ગુજરાત

gujarat

Gujarat Assembly 2022: મહિલા PSI પર હુમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

By

Published : Mar 10, 2022, 1:59 PM IST

કોંગ્રેસે મહિલા PSI પર હુમલાનો મુદ્દો વિધાનાસભા (Gujarat Assembly 2022)માં ઉઠાવ્યો હતો. મહિલા PSI પર હુમલો થયાંના 36 કલાક બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ મહિલા PSIને સિવિલમાંથી રજા લેવાનું દબાણ કરવામાં આવે છે. જેને લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ ઝીરો હોર્સમાં ચર્ચાની માંગણી કરી હતી. જવાબ ન મળતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.

Gujarat Assembly 2022: મહિલા PSI પર હુમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં, કોંગ્રેસે કર્યું વોકઆઉટ
Gujarat Assembly 2022: મહિલા PSI પર હુમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

ગાંધીનગર: મહિલા દિન (Women's Day 2022) નિમિત્તે કારંજ પોલીસ સ્ટેશનના મહિલા PSIપર હુમલો (Attack On Women PSI) થયો હતો. જેના પડઘા આજે વિધાનસભા (Gujarat Assembly 2022)માં પણ જોવા મળ્યા. કોંગ્રેસ ધારસભ્ય પૂજા વંશે (Congress MLA Punja Vansh) જણાવ્યું હતું કે, મહિલા દિન નિમિત્તે જ ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ એક મહિલા PSI પર હુમલો કરવામાં આવે તે પણ કોર્ટના પટાંગણમાં તે ક્યાં સુધી યોગ્ય ગણાય? હુમલો થયાના 36 કલાક બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

હુમલો થયાના 36 કલાક બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો:Road building department: તળાજામાં બ્રિજ તૂટતા 35 ગામ સંપર્ક વિહોણા: કનુ બારૈયા

સિવિલ હોસ્પિટલમાંથી રજા લઈ લેવાનું દબાણ

મહિલા PSIને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ઉચ્ચ અધિકારી દ્વારા મહિલા PSIને હોસ્પિટલમાંથી રજા લઈ લેવામાં આવે તેવું દબાણ કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હુમલો થયાના 36 કલાક થયા હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી તે માટે ઝીરો હોર્સમાં ચર્ચા કરવા કોંગ્રેસે (Congress In Gujarat) માંગ કરી હતી.

આ પણ વાંચો:PM Modi Gujarat Visit : વડાપ્રધાનના આગમનને લઈને વિધાનસભાનું કામકાજ એક દિવસ બંધ રહેશે

કોંગ્રેસના ધારાસભ્યોનું વોકઆઉટ

કોંગ્રેસ દ્વારા અધ્યક્ષને જે તે આરોપી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઝીરો હોર્સમાં સવાલના જવાબ ન મળતા કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA Gujarat) ઋત્વિક મકવાણા, ગેનીબેન ઠાકોર, બળદેવજી દેસાઈ, પૂંજા વંશ જેવા ધારાસભ્યોએ વોકઆઉટ (congress walkout from Gujarat Assembly) કર્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details