ETV Bharat / state

Congress women protest: મહિલાઓને છોડાવવા ગયેલા વિરોધપક્ષના નેતાની અટકાયત બાદ વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ

author img

By

Published : Mar 8, 2022, 7:52 PM IST

વિશ્વ મહિલા દિનના દિવસે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણીમાં (Gandhinagar Satyagraha Camp )મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવા બાબતે પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી. ખોટી રીતે મહિલાઓની અટકાયત(Police detained the women)કરવામાં આવી છે તેવી ફરિયાદ અમિત ચાવડાએ કરી હતી. જેમાં કોઈ નિર્ણય ન આવતા કોંગ્રેસના સભ્યોએ વોક આઉટ કર્યું હતું.

Congress women protest: મહિલાઓને છોડાવવા ગયેલ વિરોધપક્ષના નેતાની અટકાયત બાદ વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ
Congress women protest: મહિલાઓને છોડાવવા ગયેલ વિરોધપક્ષના નેતાની અટકાયત બાદ વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ

ગાંધીનગર: વિશ્વ મહિલા દિન ( World Women's Day 2022)નિમિત્તે આજે કોંગ્રેસ સેવાદળ મહિલાઓ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં મહિલા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમ પૂર્ણ થવાને આરે હતો ત્યારે તમામ મહિલાઓ દ્વારા વિધાનસભા ઘેરાવા માટેની તૈયારી શરૂ (Congress women protest) થઈ હતી. આ દરમિયાન હાજર રહેલ પોલીસ અને મહિલાઓ(Police detained the women) વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે મહિલાઓના પ્રાઈવેટ ભાગમાં માર માર્યા હોવાની ફરિયાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. જેમાં કોઈ નિર્ણય ન આવતા કોંગ્રેસેના તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી

એસ.પી. ઓફિસે સુખરામ રાઠવાની અટકાયત

પોલીસ અને કોંગ્રેસની મહિલાઓ (Gandhinagar Satyagraha Camp)વચ્ચે થયેલ ઘર્ષણ બાદ તમામ પોલીસ કર્મચારીઓએ કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરી હતી. SPકચેરી ખાતે લઈ ગયા હતા ત્યારે સમગ્ર વાતથી જાણ થતા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને સી જે ચાવડા એસપી કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓની પણ અટકાયત કરી હોવાનું નિવેદન વિધાનસભાગૃહમાં અમિત ચાવડાએ આ બાબતની રજૂઆત કરી હતી. આ બાબતે હવે ગૃહપ્રધાન આ બાબતે નિર્ણય કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

પોલીસે પ્રાઇવેટ ભાગ પર નથી કર્યો હુમલો

ગૃહપ્રધાને અમિત ચાવડાના પ્રશ્નો પર વિધાનસભાગૃહમાં પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે વિધાનસભામાં આવા શબ્દોનો પ્રયોગ કરવો ખોટું છે. જ્યારે મહિલા દિવસ નિમિત્તે કોંગ્રેસ મહિલા પર રાજનીતિ કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની સીડી વિધાનસભામાં રજૂ કરવા હું તૈયાર છું અને વિધાનસભામાં વીડિયો પ્લે કરવા પણ હું તૈયાર છું ત્યારે કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરવામાં આવી છે તે હું જાણું છું પરંતુ તે લોકો વિધાનસભા ઘેરવા માટે આવી રહ્યા હતાં. તેથી જ તેમની અટકાયત કરવામાં આવી છે. આમ આ પ્રકારનો ખરાબ માહોલ કરવાની કોશિશ કરી હતી એટલે જ પોલીસે અટકાયત કરી છે.

આ પણ વાંચોઃ Congress women protest: વિશ્વ મહિલા દિવસે મહિલાઓની અટકાયત

કાલે આવશે નિર્ણય

બંને પક્ષોની ચર્ચા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બનેલ ઘટના સીડી અને વિઝ્યુઅલ જોઈને નિર્ણય આપવાની જાહેરાત કરી છે. આમ આવતીકાલે વિધાનસભાગૃહમાં સત્યાગ્રહ છાવણી ઘટના બાબતે વિધાનસભાના અધ્યક્ષ આ નીમાબહેન આચાર્ય નિર્ણય આપશે.

આ પણ વાંચોઃ International Women's Day: મહિલા દિન મહિલા માટે પ્રોટેકશન આપવાની ગુજરાત વિધાનસભા ગૃહમાં કરી માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.