ETV Bharat / state

ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી, માલિકો સામે નોંધાયો ગુનો - game zone in Bardoli

author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 6:35 AM IST

Updated : May 30, 2024, 6:48 AM IST

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતા ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમો વિરૂદ્ધ ચાલાત ગેમ ઝોન સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે બારડોલીમાં ત્રણ ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. તંત્રની આ કાર્યવાહીના પગલે અન્ય ગેમઝોન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. game zone in Bardoli

ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી
ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી (Etv Bharat Gujarat)

બારડોલી: રાજકોટમાં બનેલી આગકાંડની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર હરકતમાં આવી કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે બારડોલીના ત્રણ ગેમઝોન સંચાલકો સામે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્રણેય ગેમઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર NOC ન હતી. આ ઉપરાંત તેમણે વહીવટીતંત્ર પાસેથી ગેમઝોન ચલાવવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવી ન હતી.

બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી
બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી (Etv Bharat Gujarat)

રાજકોટની ઘટના બાદ તંત્ર જાગ્યું: રાજકોટ ખાતે ગત શનિવારે સાંજે TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષનો ભોગ લેવાયો હતો. આગની આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો, તેમજ સરકાર અને તંત્ર પર માછલાં ધોવાયા હતા. આથી હવે રાજ્યભરમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ફાયર સુવિધા વગરના ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્રણ ગેમઝોન સામે કાર્યવાહી: બારડોલી મામલતદાર કચેરી દ્વારા બારડોલી શહેરમાં આવેલા એક અને બાબેન ગામે આવેલા બે ગેમ ઝોન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણેય સામે બારડોલી ટાઉન પોલીસ મથકમાં અલગ-અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ બારડોલી નગર અને તાલુકામાં આવેલા ગેમિંગ ઝોનમાં કોઈ અનિયમિતા કે બેદરકારી હોય તે તે સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો: બારડોલીના ગાંધીરોડ પર આવેલ ઓરબીટ ગેમ ઝોનના માલિક નદીમ મહમદ ફારૂક મિસ્ત્રી સામે નગરપાલિકાના સિનિયર ક્લાર્ક કિશોરભાઈ હિરાલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વિનોદભાઇ લખારાએ વિદ્યાભારતી કોલેજની સામે એમ્પાયર સ્કેવરમાં ચાલતા 24 સ્નૂકર ક્લબના માલિક અજેશ રમેશભાઈ પટેલ અને બાબેનના તળાવ પાસે આવેલ ડોમિનોઝ પીઝાની ઉપર આવેલા ગેમઝોનના માલિક ઉર્વશીબેન હિરેનભાઈ સોલંકીની સામે આઇપીસી અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેને લઈને અન્ય ગેમઝોન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે બારડોલી મામલતદાર દિનેશ ગીનીયાએ જણાવ્યું હતું કે, ત્રણેય ગેમ ઝોન પાસે ફાયરની સુવિધા કે બી.યુ. સર્ટિફિકેટ ન હતા. જેને કારણે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Last Updated : May 30, 2024, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.