ETV Bharat / city

PM મોદી સાંજે રાજકોટમાં કરશે રોડ શૉ, લોકોમાં અનેરો ઉત્સાહ

author img

By

Published : Oct 19, 2022, 3:23 PM IST

PM મોદી સાંજે રાજકોટમાં કરશે રોડ શૉ, લોકોમાં અનેરો ઉત્સાહ
PM મોદી સાંજે રાજકોટમાં કરશે રોડ શૉ, લોકોમાં અનેરો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે 5 વાગ્યે રાજકોટ આવી રહ્યા છે. અહીં તેઓ એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શૉ પણ કરશે. ત્યારે હવે રાજકોટમાં (Narendra Modi Road Show) તેમના આગમનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજકોટ પ્રવાસે આવી (PM Modi Rajkot Visit) રહ્યા છે. અહીં તેઓ એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શૉ (Narendra Modi Road Show) યોજશે. ત્યારબાદ તેઓ શાસ્ત્રી મેદાન ખાતે યોજાનારા અર્બન હાઉસિંગ કોન્કલેવનું ઉદ્ઘાટન (urban housing conclave rajkot) પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન રાજકોટ મોરબી જિલ્લાના 7,000 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ, નાનામૌવા સર્કલ અને રામાપીર ચોક ઓવરબ્રિજને ખૂલ્લો મૂકશે.

વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના (PM Narendra Modi) ઈશ્વરિયા ખાતે નિર્માણ પામેલા સાયન્સ મ્યૂઝિયમને (science museum rajkot) ખૂલ્લું મૂકશે. ત્યારબાદ લાઈટ હાઉસ પ્રોજેક્ટ (lighthouse project rajkot) અંતર્ગત આવાસ સોંપશે. તો જામનગર રોડથી એઇમ્સ સુધીના રસ્તાનું પણ લોકાર્પણ કરશે. ગઢકા ખાતે તૈયાર થનારા અમૂલ પ્લાન્ટનું તેઓ ખાતમુહૂર્ત કરશે. નિર્મલા રોડ પર ફાયર બ્રિગેડનું લોકાર્પણ કરશે.

જડબેસલાક પોલીસ બંદોબસ્ત

PM વિકાસકામોને લીલીઝંડી આપશે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા, ચેકડેમના વિકાસકામો મળીને કુલ 5,000 કરોડ રૂપિયાના વિકાસકામોને લીલીઝંડી આપશે. આ સાથે મોરબી ખાતે મેડીકલ કૉલેજ, મોરબી, હળવદ અને મોરબી જેતપર રોડનું લોકાર્પણ, મોરબી-ટંકારામાં નવી કોર્ટ બિલ્ડીંગ, સરકારી આવાસ મળીને કુલ 2,700 કરોડ રૂપિયાના વિકાસકામોને લીલીઝંડી આપશે.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને અહીંયા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત (Rajkot Police) ગોઠવવામાં આવ્યો છે, જેમાં કુલ 3,000થી વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અહીં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 8 DCP, 16 DySP, 51 PI, 156 PSI, 1,320 પોલીસ જવાન, 177 મહિલા પોલીસ, 284 SRP જવાન, 505 હોમગાર્ડ અને 658 ટ્રાફિક વોર્ડન તહેનાત રહેશે. તેમ જ સભાસ્થળની આસપાસ 11 જેટલા પાર્કિંગ રાખવામાં આવ્યા (PM Modi Rajkot Visit) છે.

જડબેસલાક બંદોબસ્ત વડાપ્રધાનના રોડ શોનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે જાણો કયા સ્થળ પર વાહનો માટે પ્રતિબંધ રહેશે ને ક્યાં નો પાર્કિંગ ઝોન રાખવામાં આવ્યો છે. બપોરે 4થી રાત્રે 8 વાગ્યા સુધી જે રસ્તાઓ બંધ રાખવામાં આવશે તેની પર નજર કરીએ તો, એરપોર્ટ સર્કલથી રેસકોર્સ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ. આમ્રપાલી અંડરબ્રિજથી જૂની NCC ચૉક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, પોલીસ હેડકવાટર્સ સર્કલથી જૂની NCC ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, સરકિટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડથી ગેલેકસી-12 માળા બિલ્ડીંગ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ. ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયતચોક/કિશાનપરાચોક તરફ જવા માટે તમામ પ્રકારના (PM Modi Rajkot Visit ) વાહનો બંધ (ફક્ત કોન્વય પસાર થવાના પહેલા), કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોક/ફુલછાબચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ(ફકત કોન્વેય પસાર થવાના પહેલા)

આ રસ્તા પણ રહેશે બંધ ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિકરોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, રાજમંદિર ફાસ્ટફુડ ચોકથી ડો.દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, ચાજ્ઞિક રોડ ઉપર આવેલ પશ્ચીમ તરફની તમામ શેરીઓમાંથી યાજ્ઞિકરોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, યાજ્ઞિક રોડ ઉપર આવેલ પુર્વ તરફની તમામ શેરીઓમાંથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, ભારત ફાસ્ટફૂડ/વિરાણીચોકથી હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, મોટી ટાકી ચોક જીમખાના રોડથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, વિદ્યાનગર મેઈનરોડ જસાણી કોલજથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, વિદ્યાનગર મેઈન રોડથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, લોધાવાડ ચોકથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, ત્રિકોણ બાગથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ, લીમડાચોકથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.

વડાપ્રધાનના કાર્યક્રમ પર એક નજર સાંજે 5.10 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન, સાંજે 5.10થી 5.25 વાગ્યે અનામત, સાંજે 5.30થી એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીનો રોડ શૉ, સાંજે 6 વાગ્યાથી 7.15 રેસકોર્સ ગ્રાઉન્ડમાં જાહેરસભા, સાંજે 7.20 વાગ્યે શાસ્ત્રીમેદાનના કાર્યક્રમમાં હાજરી, રાત્રે 8.10 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન, રાત્રે 9.25 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં આગમન અને રાત્રિ રોકાણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.