ETV Bharat / city

અમદાવાદ : PSIને ધમકી આપનાર આપના પૂર્વ કાર્યકરની ધરપકડ

author img

By

Published : Jun 18, 2021, 9:24 AM IST

અમદાવાદમાં PSIને ધમકી આપવાની ઘટના સામે આવી છે. જેમાં વાસણા પોલીસ સ્ટેશનના મહિલા PSIને નોકરીમાંથી છોડાવી દઇશની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

xx
અમદાવાદ : PSIને ધમકી આપનાર આપના પૂર્વ કાર્યકરની ધરપકડ

  • વાસણા પોલીસે આરોપીની કરી ધરપકડ
  • મહિલા PSIને નોકરી છોડાવી દેવાની ધમકી આપી હતી
  • આપ પાર્ટીના પૂર્વ કાર્યકરની કરાઈ ધરપકડ

અમદાવાદ: આપ પાર્ટીના પૂર્વ કાર્યકર્તા મનીષ બ્રહ્મભટ્ટની છેતરપીંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહિલા PSI એસ બી ચૌધરી દ્વારા મનીષ બ્રહ્મભટ્ટની પૂછપરછ અને અટકાયત કરવામાં આવી હતી. એ સમયે આરોપી મનીષ બ્રહ્મભટ્ટએ મહિલા અધિકારીને ધમકી આપી હતી. જે અંગે વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rape case: માસ્ક અંગે મેમોની ધમકી આપી પલસાણાના પોલીસકર્મીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

તાપાસ દરમિયાન ધમકી

આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી છેતરપીંડીના કેસમાં પોલીસ ગિરફ્તમાં હતો ત્યારે પોલીસ પૂછપરછ દરમિયાન મહિલા PSI ને ધમકી આપી હતી.

આ પણ વાંચો: મારા માણસને છોડી દો નહીંતર પોલીસ સ્ટેશન સળગાવી દઈશ : ઇસમે પોલીસને આપી ધમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.