ETV Bharat / state

આવક કરતા વધુ સંપત્તીના મામલામાં ફસાયા રાજકોટના TPO મનસુખ સાગઠિયા, ACBએ નોંધી છે ફરિયાદ - rajkot fire incident proceedings

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 7:05 AM IST

રાજકોટ જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડ બાબતએ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગેમઝોનના માલિક, કર્મચારીઓ કામદારો સહિત હવે સરકારી તંત્રના અધિકારીઓ સામે પણ ચકાસણી તેમજ કાર્યવાહી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ મિલકતો હોવાનો ગુનો સામે આવ્યો છે. શું છે સંપૂર્ણ બાબત જાણો આ અહેવાલમાં. rajkot tpo mansukh sagathia

મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ મિલકતો હોવાનો ગુનો સામે આવ્યો
મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ મિલકતો હોવાનો ગુનો સામે આવ્યો (Etv Bharat Gujarat)

રાજકોટ: જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ACBએ ફરિયાદ નોંધી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો સહિતની પ્રોપટી મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોધાવમાં આવ્યો છે.

અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદ: રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત સાગઠિયા સાથે સંકળાયેલાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તપાસમાં 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી જે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સૂચવે છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ ACBની તપાસ કરી રહી છે. ACBના ડાયરેક્ટર સમશેરસિંહના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બિપિન આહીર સહિતનો સ્ટાફ આ મુદ્દે કાર્યવાહી કરવા ત્રાટક્યો હતો.

હોદ્દાનો કર્યો દુરૂપયોગ: તપાસમાં સાગઠિયાએ કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરાવ્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયું હતું. સાગઠિયા પોતાની કાયદેસરની આવક રૂપિયા 2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોનાં નામે કુલ રોકાણ કરતાં તેમનો ખર્ચ રૂપિયા 13,23,33,323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું છે.

આવકના પ્રમાણ કરતાં વધુ મિલકતો: સાગઠિયાએ કાયદેસરની આવકના પ્રમાણમાં રૂપિયા 10,55,37,355ની વઘુ સંપતિ વસાવેલાનું જણાઈ આવ્યું છે. જે તેની આવકના પ્રમાણ કરતાં વધુ મિલકતો છે. આ કામે સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર રાજકોટ ACBના ફિલ્ડ પોલીસ ઈન્સ્પેકટર જે. એમ. આલએ સરકાર તરફથી ફરિયાદી તરીકે રાજકોટ શહેર ACB પો.સ્ટે.માં ભ્રષ્ટાચાર મુજબનો ગુનો સાગઠિયા વિરુદ્ધ નોંધાવ્યો છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એકમના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર ACB પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. લાલીવાલાને સોંપવામાં આવી છે.

અન્ય ગુનાઓમાં પણ સંડોવણી: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાગઠિયા વિરુદ્ધ અગ્નિકાંડ મામલે અગાઉ ફરજમાં બેદરકારી બાબતએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડના બીજા દિવસે ડુપ્લિકેટ મિનિટ્સ બુક તૈયાર કરવા બદલ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મિનિટ્સ બુક મામલે સાગઠિયા હાલ રિમાન્ડ પર છે. આમ એક બાદ એક નવા પાસ ખૂલતાં નવી નવી બાબતો સામે આવે છે. હવે જોવું રહ્યું કે, પોલીસ આ અંગે આગળ શું કાર્યવાહી કરશે.

  1. રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયા પાસેથી રુપિયા 10.55 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી - ACB RECOVERED 10 CRORE 55 LAKH
  2. સાબરકાંઠાના પ્રગતિશીલ ખેડૂત હસમુખ પટેલ, પ્રાકૃતિક ખેતી થકી કરી લાખોની કમાણી - Organic farming

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.