ગુજરાત

gujarat

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત

By

Published : Aug 10, 2022, 9:46 AM IST

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Share Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 10.92 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 7.90 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત
Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Share Market India) ફ્લેટ થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 10.92 પોઈન્ટ (0.02 ટકા)ના વધારા સાથે 58,863.39ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 7.90 પોઈન્ટ (0.05 ટકા)ના ઉછાળા સાથે 17,533ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-તમારા માતા-પિતાને આપો આરોગ્ય વીમા કવચની ભેટ, જાણો શું છે એ

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં - ભારતી એરટેલ (Bharti Airtel), પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (Power Grid Corporation of India), સેલ્ઝર ઈલેક્ટ્રોનિક્સ (Salzer Electronics), ગુજરાત નર્મદા વેલ્લી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ (Gujarat Narmada Valley Fertillizers and Chemicals), સમવર્ધના મધરસન ઈન્ટરનેશનલ (Samvardhana Motherson International), વર્લપૂલ ઑફ ઇન્ડિયા (Whirlpool of India), ટોરેન્ટ પાવર (Torrent Power).

આ પણ વાંચો-જાણો, સારો ક્રેડિટ સ્કોર જાળવવો કેટલો જરૂરી અને તે કેવી રીતે બનાવવો?

વૈશ્વિક બજાર પર નજર-આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 17.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.83 ટકાના ઘટાડા સાથે 27,767.07ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.40 ટકા ઉછળ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.71 ટકાના ઘટાડા સાથે 14,942.77ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.87 ટકાના ઘટાડા સાથે 19,630.08ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય કોસ્પીમાં 0.77 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.37 ટકાના ઘટાડા સાથે 3,235.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details