ETV Bharat / business

Share Market: ભારતીય શેરબજારમાં તેજી : Sensex 212 પોઈન્ટ ઉછળ્યો, IREDA નો FPO પ્લાન - Stock Market Update

author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 12:01 PM IST

Updated : May 22, 2024, 3:03 PM IST

કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex 212 પોઈન્ટના ઉછાળા સાથે 74,165 પર ખુલ્યો છે. NSE Nifty પણ 47 પોઇન્ટ વધીને 22,576 પર ખુલ્યો હતો. બીજી તરફ IREDA આગામી સમયમાં મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા FPO નું આયોજન કરી રહી છે.

ભારતીય શેરબજારમાં તેજી
ભારતીય શેરબજારમાં તેજી (ETV Bharat Desk)

મુંબઈ : આજે 22 મે, બુધવારના રોજ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE Sensex ગત 73,953 બંધ સામે 212 પોઈન્ટના ઉછાળા સાથે 74,165 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty પણ ગત 22,529 બંધ સામે 47 પોઇન્ટ વધીને 22,576 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર : બજાર ખુલતાની સાથે જ Nifty પર ડો. રેડ્ડીઝ લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, બ્રિટાનિયા અને ગ્રાસિમ ટોમ ગેઈનર રહ્યા છે. જ્યારે SBI, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, શ્રીરામ ફાઇનાન્સ અને M&M નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Q4 નફો 25 ટકા ઘટવાને કારણે BHEL નો સ્ટોક 4 ટકા નીચે ખુલ્યો હતો.

IREDA FPO : IREDA આગામી સમયમાં મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા FPO નું આયોજન કરી રહી છે. રિન્યુએબલ પ્રોજેક્ટ્સ માટે લોનની વધતી જતી માંગને કારણે રાજ્ય સંચાલિત IREDA પાસે FPO પ્લાન છે.

IREDA : રિન્યુએબલ એનર્જીના રાજ્ય-સંચાલિત ફાઇનાન્સર IREDA ગયા વર્ષે 29 નવેમ્બરે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી હતી. કંપનીના IPO કિંમત રૂ. 32 હતી. રાજ્યની માલિકીની કંપનીએ તાજેતરમાં ગિફ્ટ સિટી, ગુજરાતમાં સ્થિત ઈન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં (IFSC) પેટાકંપનીનો સમાવેશ કર્યો છે. અગાઉ તેને જાહેર સાહસોના વિભાગ તરફથી 'નવરત્ન' નો દરજ્જો આપવામાં આવ્યો હતો.

IREDA કુલ સંપત્તિ : ચોઈસ ઈક્વિટી બ્રોકિંગના વિશ્લેષકોએ રૂ. 203ના ટાર્ગેટ ભાવ સાથે કાઉન્ટર પર 'બાય' કોલ સેટ કર્યો છે. હાલમાં IREDA ની કુલ સંપત્તિ આશરે રૂ. 8,600 કરોડ છે અને તેની લોન બુક રૂ. 59,698 કરોડની આસપાસ છે. FY 24 માં કંપનીએ આશરે રૂ. 25,089 કરોડનું વિતરણ કર્યું, જે FY23 માં રૂ. 21,639 કરોડથી વધુ હતું.

  1. દેશની સૌથી મોટી બેંકની ચેતવણી, આ લિંક પર ક્લિક કરશો તો ખાલી થઈ જશે તમારું ખાતું! - ALERT TO SBI CUSTOMERS
  2. સાયબર ક્રાઈમ સીરિઝ: ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ શું છે, કઈ રીતે થાય છે, કઈ રીતે તેનાથી બચી શકાય? જાણો વિગતવાર - Cyber Crime

Last Updated : May 22, 2024, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.