બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના અનોખા સંયોગે ભક્તો દ્વારકાધીશના દર્શને ઉમટી પડ્યા - Devbhoomi Dwarka

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 9:10 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

દેવભૂમિ દ્વારકાઃ પવિત્ર નગરી દ્વારકામાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ જોવા મળે છે. જેમાં દ્વારકાધીશના પૂનમના દિવસે દર્શનનો વિશેષ મહિમા છે.  આજે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાનો અનોખો સંયોગ સધાયો છે. આ દિવસે દ્વારકાધીશના દર્શન કરવા ભકતોનો મહેરામણ દ્વારકાધીશ મંદિરે ઉમટી પડ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા.  આજ રોજ બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોય અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમાના સંયોગ એવો દિવસ આજરોજ હોય મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા સાથે જ ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી, માછલીને લોટ, ગાયને ચારો, સાધુ સંતોને દાન આપતા જોવા મળ્યા હતા.  દૂરદૂરથી પધારેલા ભક્તો ધોમ ધખતા તાપમાં માં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા ત્યારે આજરોજ બુધ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાન દ્વારકાધિશના દર્શન કરી ખૂબ જ આનંદ અને ખુશી પ્રાપ્ત કરી હોય તેવું જણાવતા જોવા મળ્યા હતા.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.