thumbnail

અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિના પ્રમુખ આશાબા વાઘેલા દ્વારા આજે રાજકોટ મનપાને આવેદનપત્ર આપવામાં આવ્યું...જાણો શું લખ્યું હતું આવેદનપત્રમાં - A petition was given in Rajkot

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 7:00 PM IST

રાજકોટ: અખિલ ભારતીય ગૌરક્ષા સર્વોદલીય મહાઅભ્યાન સમિતિના સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના પ્રમુખ આશાબા રામદેવસિંહ વાઘેલા અને તેમની ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું કે આગમી તારીખ 17 જૂનને સોમવારના રોજ બકરીઈદ હોવાથી આ બકરી ઈદ નિમિતે રાજકોટ શહેરમાં અબોલ પશુઓ અને ગૌવંશની હત્યા કરવામાં ન આવે અને માસ-મટનનો વેપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા આવે તેમજ આ માસ-મટનના વેપાર અંગે ગુજરાત હાઈકોર્ટે પણ પ્રતિબંધ લગાડેલ છે. અમારી ગૌરક્ષકો તથા રાષ્ટ્રીય રાજપુત કરણી સૈનિકોની તેમજ જીવદયા પ્રેમીઓની યોગ્ય માંગ છે. તો આ યોગ્ય માંગ પુરી કરવા તેવી રજુઆત કરવામાં આવી હતી સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો તે દિવસ કતલખાના ચાલુ હશે તો જનતા રેડ પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.