મુંબઈ : આજે 22 મે, બુધવારના રોજ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 267 અને 68 પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
BSE Sensex : આજે 22 મે, બુધવારના રોજ BSE Sensex ગત 73,953 બંધની સામે 212 પોઈન્ટ વધીને 74,165 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે BSE Sensex 73,860 પોઈન્ટ ડાઉન ગયો અને 74,307 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 267 પોઈન્ટ વધીને 74,221 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.36 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજે 22 મે, બુધવારના રોજ NSE Nifty ગત 22,529 બંધની સામે 47 પોઇન્ટ વધીને 22,576 ના મથાળે ખુલ્યો હતો. બજારમાં જબરદસ્ત એક્શન વચ્ચે NSE Nifty 22,483 પોઇન્ટ ડાઉન ગયો અને 22,629 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈન્ડેક્સ 68 પોઈન્ટ વધીને 22,597 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.31 ટકાનો વધારો દર્શાવે છે.
સ્ટોકની સ્થિતિ : આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સિપ્લા, HUL, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, કોલ ઇન્ડિયા અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ટોપ ગેઈનર્સમાં હતા. તે જ સમયે સન ફાર્મા, SBI, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ અને અપોલો હોસ્પિટલ ઘટાડા સાથે ટ્રેડ થયા હતા.
ભારતીય શેરબજાર : નિફ્ટી બેંક ઈન્ડેક્સ 1 ટકા નીચે રહ્યો હતો. AU સ્મોલ ફાઇનાન્સ, SBI, ICICI બેન્ક 1.5 થી 2 ટકા ડાઉન હતા. આજના કારોબાર દરમિયાન IT, FMCG, રિયલ્ટીમાં વૃદ્ધિ જોવા મળી હતી. BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા વધીને બંધ થયો હતો.