ETV Bharat / state

હીટવેવથી બચવા સરકારી કર્મચારીઓને રજા આપવા મહામંડળનો અનુરોધ, મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - Gujarat Heatwave

author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 9:36 PM IST

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે સરકારી અધિકારીઓ પણ અકળાયા છે. ગરમીને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારી કચેરીઓમાં રજા રાખવાની માંગણી કરી છે. મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કર્મચારીઓનો સ્વાસ્થ્ય પર ગરમીની અસર ન પડે તે માટે કચેરીમાં એર કુલર, એરકન્ડિશનર અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. Gujarat Heatwave Govt Employees Letter to CM Gandhinagar

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લખવામાં આવેલા પત્રમાં કર્મચારી મહામંડળે લખ્યું છે કે હાલ વૈશાખ મહિનામાં સૂર્યદેવ ધમધમતો તાપ વરસાવી રહ્યા છે. ગુજરાતમાં ગત મહિનામાં વરસી રહેલા સતત કમોસમી વરસાદને કારણે વૈશાખ મહિનામાં અસહ્ય ગરમીનો માહોલ જોવા મળેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઓચિંતો વધારો દેખાયો છે સાથે જ હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી જોર વધશે તેવું અનુમાન જાહેર કરેલ છે.

ઑરેન્જ ઍલર્ટઃ હવામાન વિભાગે ગુજરાતમાં 25મી મે સુધી ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે. આવનારા સમયમાં રાજ્યમાં ગરમીનો પારો વધે તેવી આગાહી કરેલ છે. આ વાતની તીવ્રતાનો અંદાજ એ હકીકત પરથી આવી જાય છે કે ગત દિવસોમાં નોંધાયેલા તાપમાન અનુસાર દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેરો ગુજરાતના હતાં. જેમાં સૌથી વધુ તાપમાન પાટણમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદ- ગાંધીનગરનું તાપમાન પણ 45 ડીગ્રી સેલ્શિયસને પાર પહોંચી ગયું છે.

'હીટ ઍન્ડ કોલ્ડ વેવ્ઝ ઈન ઇન્ડિયા: પ્રોસેસ ઍન્ડ પ્રિડિક્ટિબિલિટી' નામે ભારતીય હવામાન વિભાગ, પુણેએ બહાર પાડેલા એક વિસ્તૃત રિપોર્ટમાં એક અગત્યનું તારણ જોવા મળ્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હીટ વેવની સંખ્યા અને તેના દિવસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં છેલ્લાં 60 વર્ષોની હવામાનની બદલાતી જતી પરિસ્થિતિનું વિશ્લેષણ રજૂ કરાયું છે. જેમાં મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમી ભારતનાં રાજ્યોના અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, રાજકોટ સહિત હીટ વેવના ગ્લોબલ હોટસ્પોટ બન્યાં છે. ગુજરાતનાં ભૂજ, ડીસા, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વેરાવળ, સુરત અને દ્વારકા જેવા જિલ્લાઓના શહેરોમાં હીટ વેવની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યો છે.

સરકારી કર્મચારીઓને હીટ સ્ટ્રોકઃ આથી સમગ્ર ગુજરાત રાજ્યના તાબા હેઠળની સરકારી,અર્ધસરકારી, ગ્રાંટ ઈન એઈડ કચેરી/સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ એર કુલર અને એર કન્ડીશનર વગર મંથર ગતિએ ચાલતા માત્ર પંખાના સહારા થકી આવી સખત ગરમીનો સામનો કરવો પડતો હોય છે. મોટા ભાગની કચેરીઓમાં પીવાના ઠંડા પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતીમાં પણ કચેરી ખાતે અસહ્ય ગરમીમાં તમામ કર્મચારીઓ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. આથી ઘણી કચેરીઓ ખાતે હીટવેવને લીધે સરકારી કર્મચારીઓને હીટ સ્ટ્રોક લાગવાથી તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે. તેવા ઘણા કિસ્સાઓ અને રજૂઆતો અમને મળેલ છે.

જાહેર રજાની માંગણીઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના હિતમાં તેઓના સ્વાસ્થ્યને માઠી અસર ન પડે અને સ્વાસ્થ્ય જોખમાય નહિ તે હેતુસર સમગ્ર ગુજરાત રાજ્યના તાબા હેઠળની સરકારી, અર્ધસરકારી, ગ્રાંટ ઈન એઈડ કચેરી અને સંસ્થાઓના કર્મચારીઓ માટે જનહિતમાં હવામાન વિભાગે આગામી સપ્તાહમાં જાહેર કરેલ છે. ઓરેન્જ એલર્ટ તથા રેડ એલર્ટને ધ્યાને રાખી આગામી સપ્તાહમાં જાહેર રજાઆપવા મહામંડળે માંગણી કરી છે.

  1. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કિર્ગીસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓની સુરક્ષા સંદર્ભે મુખ્ય સચિવ સાથે કરી ચર્ચા-વિચારણા - Chief Minister Bhupendra Patel
  2. હિટવેવથી લડવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ, 30 બેડનો અલાયદો વોર્ડ તૈયાર - Summer 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.