ગુજરાત

gujarat

Amit Shah Visit Sahranpur: અમિત શાહ આજે ગુરુવારના સહારનપુરની મુલાકાતે, જાહેરસભાને કરશે સંબોધન

By

Published : Dec 2, 2021, 2:55 PM IST

ઉતરપ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે ગુરુવારના રોજ "માં શકુમ્ભરી વિશ્વવિધાલયનુ શિલાન્યાસ" કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે (Amit Shah foundation stone of Universirty). આ મુલાકાત દરમિયાન ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ તેમની સાથે રહેશે.

Union Home Minister Amit Shah: અમિત શાહ આજ ગુરુવારના રોજ સહારનપુરની મુલાકાતે, જાહેરસભાને કરશે સંબોધન
Union Home Minister Amit Shah: અમિત શાહ આજ ગુરુવારના રોજ સહારનપુરની મુલાકાતે, જાહેરસભાને કરશે સંબોધન

  • અમિત શાહ સહારનપુરની મુલાકાતે આવશે
  • અમિત શાહના હસ્તે વિશ્વવિધાલયનુ શિલાન્યાસ કરાશે
  • જિલ્લા અધિકારી અખિલેશ સિંહ તૈયારીઓ માટે ખડેપગે

નવી દિલ્લી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુરુવારના રોજ સહારનપુરની મુલાકાતે (Amit Shah Visit Sahranpur)આવશે. જ્યાં વિશ્વવિધાલયના શિલાન્યાસ સિવાય એક વ્યાપક જાહેરસભાને સંબોધન કરશે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમિત શાહ આજે "માં શકુમ્ભરી વિશ્વવિધાલયનુ શિલાન્યાસ" (Amit Shah foundation stone of Universirty) કરશે. ત્યાર બાદ તુરંત જ બન્ને નેતા એક વિશાળ જાહેરસભાને સંબોધન કરશે.

જિલ્લા અધિકારી અખિલેશ સિંહ તૈયારીઓ માટે ખડેપગે

વધુ વિગત પ્રમાણે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનાઆગમન પહેંલા બધી જ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવશે. મળતી માહિતી મુજબ, કાર્યક્રમ આયોજીત સભા સ્થળની નજીકમાં જ ત્રણ હેલીપેડ બનાવાયા છે. આ દરમિાયન સહારનપુરના જિલ્લા અધિકારી અખિલેશ સિંહની (Akhilesh Singh, District Magistrate Of Saharanpur) સુચના પ્રમાણે, શિલાન્યાસ અને જાહેર સભાને ધ્યાને રાખી પરિવહન વ્યવસ્થા સરળ રીતે જળવાય રહે તે માટે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો:અમિત શાહે કર્યું અમુલના 3 પ્લાન્ટનું ઉદ્ઘાટન, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

જિલ્લા અધિકારીનું કહેવું છે કે, આ કાર્યક્રમમાં ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા હેઠળ 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, આ સિવાય ડ્રોન કેમેરાની મદદથી પુરા કાર્યક્રમ પર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી

ABOUT THE AUTHOR

...view details