કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી

author img

By

Published : Nov 6, 2021, 5:50 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી ()

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે શનિવારે તેઓએ ગાંધીનગર ખાતે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી જેમાં મુખ્યપ્રધાન સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં વિકાસના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન સુધારણા કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં યોજી બેઠક
  • બેઠકમાં મુખ્યપ્રધાન અને ધારાસભ્યો હાજર
  • અધિકારીઓ સાથે પણ યોજી મીટીંગ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓએ દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવ્યો હતો. આજે ત્રીજા દિવસે અમિત શાહે ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેરપ્રમુખ અમિત શાહ, ગાંધીનગર મહાનગર પાલિકાના પ્રમુખ હિતેશ મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મતદાન સુધારણા કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.

ધારાસભ્ય અરવિંદ પટેલના ઘરે યોજાઈ હતી બેઠક
શનિવારે ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરોનો જમાવડો યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથે જ અહીં ભાજપ ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી

સંગઠન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાને અધિકારીઓ સાથે બેઠક યોજી
ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ખાતે આવેલા એનેક્સીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, મુખ્ય સચિવ પંકજ કુમાર, આઈએએસ અધિકારી વિજય નેહેરા, અમદાવાદ કલેકટર બેઠકમાં હાજર વગેરે ઉપસ્થિત હતાં. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસ કાર્યો, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યો, રોડ-રસ્તા-બ્રીજ અને રસીકરણ ઉપર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી

આ પણ વાંચો : દિવાળી પહેલા અમદાવાદને વધુ એક ભેટ, અમિત શાહે ગોતાથી સોલા સુધીના એલિવેટેડ કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.