ETV Bharat / state

મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એક સાથે દેખાતા રાજકારણ ગરમાયું

author img

By

Published : Aug 27, 2022, 7:17 PM IST

ભાદરવી અમાસ નિમિતે ઓસમ પર્વત ખાતે ઉત્સવ સાથે યોજાયેલ લોકમેળામાં યોજવામાં આવે છે. આ મેળામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા છે. ત્યારે કોંગ્રેસના ચર્ચિત ધારાસભ્યનો ફરી એક વાર ભાજપ તરફી જુકાવ દેખાતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું. BJP and Congress leaders, Osam Parvat, BJP and Congress leaders seen together

મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એક સાથે દેખાતા રાજકારણ ગરમાયું
મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એક સાથે દેખાતા રાજકારણ ગરમાયું

રાજકોટ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત (Osam Parvat)પર ભાદરવી અમાસ(Shani Amavasya 2022) નિમિત્તે ઉત્સવ યોજવામાં આવે છે. જેને લઇને ઓસમ પર્વતના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને આ મેળાઓ રદ કરવામાં આવ્યા હતા. ફરી એક વખત મેળાઓને મંજૂરી મળતા પાટણવાવ ખાતેના આ લોકમેળાનું આયોજન કરવામાં આવતા મેળાના લોકાર્પણમાં ભાજપ અને કોંગ્રેસના દિગજ નેતાઓ(BJP and Congress leaders seen together) સાથે સાથે જોવા મળ્યા છે.

આ પણ વાંચો Shravan Month 2022: ટપકેશ્વર મહાદેવે હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી

ભાજપ કોંગ્રેસના નેતા સાથે દેખાયા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના વર્તમાન સમયના ધારાસભ્ય લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે જોડાવાની ચર્ચાએ ચર્ચાઈ રહ્યા છે. પાટણવાવ ખાતે યોજાયેલ લોકમેળાના લોકાર્પણ કાર્યક્રમમાં પણ આમંત્રણ પત્રિકાની અંદર ધારાસભ્ય લલિત વસોયાનું ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નામ જોડવામાં આવતા ફરી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાદ મેળાના લોકાર્પણ સમયે પણ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, અરવિંદ રૈયાણી અને પોરબંદર સાંસદ સાથે સાથે જોવા મળતા ફરી એક વખત કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ સામે આવ્યું છે.

આ પણ વાંચો ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, અદભૂત દર્શ્યો થયા કેમેરામાં કેદ

આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આ અંગે ધારાસભ્ય લલિતોષોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં આવતા આ ઉત્સવ કાર્યક્રમને લઈને તેમની હાજરી જોવા મળી છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ પત્રિકાઓની અંદર તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે અને સાથે જ ભાજપના નેતાઓનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેવું લલિત વસોયાએ જણાવી અને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ કાર્યક્રમમાં હાજરી આપી આ સાથે અરવિંદ રૈયાણીએ પણ જણાવ્યું હતું કે સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારના આયોજનને માન આપી અને તેમને આ કાર્યક્રમમાં હાજરી આપી છે. હળવા શબ્દોમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે કોઈ અમારી સાથે સામેલ થવા માંગતું હોય તો અમે તેમને અમારી સાથે સામેલ કરતા હોઈએ છીએ તેવું પણ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.