Shravan Month 2022: ટપકેશ્વર મહાદેવે હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી

author img

By

Published : Aug 2, 2022, 9:54 AM IST

Updated : Aug 2, 2022, 10:02 AM IST

Shravan Month 2022: ટપકેશ્વર મહાદેવે હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી

કોરોના કાળ બાદ શ્રાવણ માસ નિમિતે રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે (Dhoraji Tapkeswar Mahadev Temple) આવેલા ઓસમ ડુંગર પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ઓસમ ડુંગર બિરાજમાન શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તોની હર હર મહાદેવ સાથે (Shravan Month 2022) ભારે ભીડ જોવા મળી છે.

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શિવજીને પ્રિય માસ હોય છે, ત્યારે શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે. આવી જ રીતે રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે ઓસમ પર્વત (Dhoraji Osam mountain) પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે. જેમાં આ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરત પણે જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. કુદરતી પ્રકૃતિ ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદભુત મંદિર એટલે શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર છે.

ટપકેશ્વર મહાદેવે હરીયાળી શોળે કળાએ ખીલી ઉઠતા, ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો : દેશનું આ એક માત્ર શિવ મંદિર જેનું સંચાલન કરે છે પોલીસ

અનેરો આહ્લાદ - પવિત્ર શ્રાવણ માસની શરૂઆત (Shravan Month 2022) થતા જ પાટણવાવ શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવી ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ વહેલી સવારથી ભાવી ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે. કોરોના કાળ દરમિયાન અહિયાં પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા હતા, ત્યારે પ્રતિબંધો હટતા અહિયાં આવતા ભાવી ભક્તોમાં ખુશીનો માહોલ સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

ટપકેશ્વર મહાદેવ
ટપકેશ્વર મહાદેવ

આ પણ વાંચોઃ Shravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય

ઓસમ પર્વત ઐતિહાસિક - પાટણવાવ ઓસમ પર્વત પર આવેલું આ ઐતિહાસિક (Dhoraji Tapkeswar Mahadev Temple) મંદિર છે, ત્યારે આ સાથે આ પર્વત પર અનેક ઇતિહાસો જોડાયેલો છે. જેમાં ભીમની થાળી તથા પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તેવું પણ પૌરાણિક માહિતીઓ સામે આવી છે. હાલ અહિયાં આવતા ભાવી ભક્તો દ્વારા શ્રી ટપકેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં પાટણવાવ તેમજ આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓના ભાવી ભક્તો તેમજ આ વિસ્તારના શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને આ શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.

ભક્તો
ભક્તો
Last Updated :Aug 2, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.