ETV Bharat / state

ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, અદભૂત દર્શ્યો થયા કેમેરામાં કેદ

author img

By

Published : Jul 4, 2022, 8:48 PM IST

સૌરાષ્ટ્રમાં પડેલા ધોધમાર વરસાદથી પાટણવાવ ઓસમ પર્વત (Osam Parvat )પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાથે જ કુદરતી ધોધનો પણ રમણીય નજારો આ જગ્યા પર જોવા મળ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી(Heavy rain on Osam Parvat) નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી, અદભૂત દૃશ્યો કેમેરામાં કેદ
ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી, અદભૂત દૃશ્યો કેમેરામાં કેદ

રાજકોટ: જિલ્લામાં આજે મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી (Monsoon Gujarat 2022 )રહ્યા છે. ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય સર્જાતા હોય છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર (Osam Parvat)પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

ઓસમ પર્વત

આ પણ વાંચોઃ આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ

હરિયાળીનો નજારો જોઇને પર્યટકો પ્રફૂલ્લિત - ઓસમ ડુંગર પ્રવાસીઓ (Rain In Gujarat)માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો(Gujarat Rain Update )ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.

આ પણ વાંચોઃ Rain In Rajkot : બીજ બાદ સૌરાષ્ટ્ર પંથક પર વરસાદ યથાવત્ રહેતા ખેડૂતોમાં હરખની હેલી

ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ - ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ+સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.