ETV Bharat / state

રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, આપ કાર્યકર્તાઓએ કર્યું ભવ્ય સ્વાગત

author img

By

Published : May 11, 2022, 4:02 PM IST

Updated : May 11, 2022, 4:10 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (બુધવારે) રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit)આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરાયું
રાજકોટ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરાયું

રાજકોટ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે છે. આ દરમિયાન એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત (Arvind Kejriwal Rajkot Visit)કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, વશરામ સાગઠિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસમાં પહોંચ્યા હતા.

અરવિંદ કેજરીવાલ

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !

રાજકોટમાં AAPનું શક્તિ પ્રદર્શન-અરવિંદ કેજરીવાલના રાજકોટ પ્રવાસમાં સાંજના અરસામાં રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાનમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર સભાને પણ સંબોધિત કરવામાં આવશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલ રોડ શો (Arvind Kejriwal road show in Rajkot) અને જાહેર સભા યોજાશે. જોકે, તેમના શક્તિ પ્રદર્શન પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચોઃ પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગિનિસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

જાહેર સભા યોજાશે - ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે આ વખતે ભાજપને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી (BJP AAP Clash in Gujarat) પણ મેદાને ઉતરી છે. ત્યારે જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું જણાઈ આવે છે. હાલ તો અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાતને (Arvind Kejriwal Rajkot Visit) લઈને સમગ્ર પંથકની અંદર રાજકીય ચર્ચા ભારે જોર પકડ્યું છે.

Last Updated :May 11, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.