ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !

author img

By

Published : May 11, 2022, 9:14 AM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (બુધવારે) રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit) આવશે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જોકે, તેમના શક્તિ પ્રદર્શન પર સૌ કોઈની (Arvind Kejriwal road show in Rajkot) નજર રહેશે.

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !
અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે આ વખતે ભાજપને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી (BJP AAP Clash in Gujarat) પણ મેદાને ઉતરી છે. તેવામાં હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit) આવી રહ્યા છે.

  • ચાલો રાજકોટ...

    ગુજરાતનાં યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી શ્રી @ArvindKejriwal જીને સાંભળવા
    ચાલો રાજકોટ

    તારીખ: 11 મે 2022, બુધવાર
    સમય : સાંજે 5:00 કલાકે
    સ્થળ : શાસ્ત્રી મેદાન, ત્રિકોણ બાગ, રાજકોટ pic.twitter.com/oA5srfm5a2

    — AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- ભાજપની ગુંડાગીરી : આપના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢીકા પાટુનો માર, જૂઓ વીડિયો

રાજકોટમાં AAPનું શક્તિ પ્રદર્શન- રાજકોટમાં અરવિંદ કેજરીવાલ રોડ શૉ (Arvind Kejriwal road show in Rajkot) અને જાહેર સભા યોજશે. જોકે, તેમના શક્તિ પ્રદર્શન પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો- AAP Attack On BJP : સરકારને ઉધોગો, વોટર પાર્ક અને ગિફ્ટસિટીનું ગાર્ડન લીલુંછમ રાખવામાં રસ છે : આપ

કેજરીવાલ રાજકોટથી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ - અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેમના રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્રિકોણ બાગ ખાતે શાસ્ત્રી મેદાનમાં યોજવામાં આવેલી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું જણાઈ આવે છે. હાલ તો અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાતને (Arvind Kejriwal Rajkot Visit) લઈને સમગ્ર પંથકની અંદર રાજકીય ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.