ETV Bharat / state

મોરબીના પીપળીયા ગામે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

author img

By

Published : Dec 30, 2022, 4:51 PM IST

મોરબીના પીપળીયા(Uncle nephew fights in Morbi) ગામે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી થતા(Complaint of beatings in Morbi) સામસામી ફરિયાદ નોંધાઇ હતી. રબી પોમોલીસે ફરિયાદ (Morbi Police) નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મોરબીના પીપળીયા ગામે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ
મોરબીના પીપળીયા ગામે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ

મોરબી પીપળીયા ગામે કાકા-ભત્રીજા (Uncle nephew fights in Morbi) વચ્ચે મારામારી થઇ હતી.જે પછી સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમાં અનાજ દળવાની ધંટી એ બે શખ્સોએ જેસીબી લઈને આવીને ધંટી પાડી દેવાની વાત કરી આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોધાઇ હતી. તો સામાપક્ષે મકાનનું ખોદકામ ચાલુ હોય દરમિયાન આધેડે જીસીબીના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી જીસીબીમાં ધોકો મારી બંને ભત્રીજાને ગાળો આપી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાળો આપી માર પ્રથમ ફરિયાદમાં મોરબીના(Complaint of beatings in Morbi) પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા અને અનાજ દળવાની ધંટી ચાલવતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે છેલ્લા ઓગણીસ વર્ષથી અનાજ દળવાની ધંટી ચલાવે છે. ગત તારીખ 28ના રોજ સવારના સુમારે તેનો ભત્રીજો ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ જાડેજા જેસીબી મશીન લઈને ધંટી એ આવેલ અને આ દુકાન ગેરકાયદેસર છે. તેને પાડી દેવાની છે જેથી ગોવિંદસિંહ જાડેજાએ દુકાન પાડવાની ના પાડતા ઓમદેવસિંહ અને પૃથ્વીરાજસિહે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી માર મારેલ અને ઓમદેવસિંહ લોખંડનો પાઈપ લઈને આવીને માર મારેલ અને ઈજા કરી હતી.

આ પણ વાંચો ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી, આખો ટ્રક ગાયબ!

વધુ તપાસ હાથ ધરી પૃથ્વીરાજસિંહે ઢીકા પાટુંનો માર મારતા હોય અને ગોવિંદસિંહ બુમો પાડતા પરિવારજનો આવી જતા બંને શખ્સોએ ત્યાંથી નાશી ગયા હતા. ગોવિંદસિંહને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ નોધી વધુ જેસીબીના ડ્રાઈવર સાથે માથાકૂટ કરી સામાપક્ષે ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના રહેણાંક મકાનનું બાજુમાં એક કોમન પ્લોટ આવેલ છે જેમાં તેના કાકા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા ઘણા સમયથી અનાજ દળવાની ધંટી ચલાવે છે. જે ઓમદેવસિંહ જાડેજાની માલિકીની જગ્યામાં બનેલ છે. હાલમાં ઓમદેવસિંહના ઘરે મકાનનો પાયો ખોદાતો હોય તેના માટે જેસીબી મશીન મગાવેલ ત્યારે ગોવિંદસિંહે કોઈ નશો કરેલ હાલતમાં આવેલ અને જેસીબીના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી,

કાચમાં ધોકો ગાળો બોલી જેસીબીના (Uncle nephew fights in Morbi)કાચમાં ધોકો મારેલ જેથી ડ્રાઈવરે બુલ પાડતા ઓમદેવસિંહ અને તેના ભાઈ પૃથ્વીરાજસિંહ આવતા ગોવિંદસિંહ ગાળો આપી માર મારવા લાગેલ અને કુહાડી હાથમાં રાખી એક હાથથી ગળું પકડી રાખી કુહાડી વડે ઘા કરી ઈજા કરી હતી. તો તું અહિયાં કામ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી પણ ગોવિંદસિહે આપી હતી હતી. તો ઓમદેવસિંહને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે બને પક્ષની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.