ETV Bharat / state

ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી, આખો ટ્રક ગાયબ!

author img

By

Published : Dec 29, 2022, 3:41 PM IST

મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ટ્રક ચાલકે 5.16 લાખ છેતરપિંડીનો (Fraud case in Morbi) કેસ સામે આવ્યો છે. ટ્રક ચાલકે કોલસા ભરેલો ટ્રક મૂળ જગ્યાએ ડિલિવરી કરવાના સ્થાને કોલસનો જથ્થો પોતાની પાસે રાખી લીધો હતો. (transport businessman Fraud in Morbi)

મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે કરી છેતરપિંડી, કોલસાનો ટ્રક કરી નાખ્યો ગાયબ
મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે કરી છેતરપિંડી, કોલસાનો ટ્રક કરી નાખ્યો ગાયબ

મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ટ્રક ચાલકે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રક ચાલકે કોલસા ભરેલો ટ્રક લઈને તેની મૂળ જગ્યાએ ડિલિવરી કરવાના સ્થાને કોલસનો જથ્થો પોતાની પાસે રાખી (Morbi Truck driver cheated) લીધો હતો. આ બાબતે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પૂછપરછ કરતાં પોતાની જગ્યામાં કોલસો ખાલી કરી ખોટા વચનો આપી આરોપી બંધુઓએ રૂપિયા 5.16 લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે વેપારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. (Fraud case in Morbi)

ટ્રક મારફત કોલસો મોકલવામાં આવ્યો હરિયાણા મૂળ કચ્છ-ભુજના રહેવાસી રાજીવ શુક્લે માળિયા પોલીસમાં આરોપી ટ્રક ચાલક રામસિંગ યાદવ અને તેના ભાઈ સુલતાનરામ સુરજમલ યાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લક્ષ્મી નગર ગામ પાસે આવેલ લક્ષ્મીપ્લાઝામા ફોર્ચ્યુન લોજીસ્ટીક નામે ઓફીસ રાખી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોય અને ઘણા માલીકો તેમની ગાડીઓ લઈને આવતા ટ્રાન્સપોર્ટ મારફતે કોલસો ભરી મોરબીથી જે તે જગ્યાએ પહોંચાડતા હોય છે. ગત તારીખ 13મી માર્ચ 2022ના રોજ ટ્રક નંબર RJ-14-GH-4425ના માલીક રામસિંગ યાદવ પોતાનો ટ્રક લઈને ફોર્ચ્યુન લોજીસ્ટીક મારફતે મોરબીથી ભડીયાદ ગામ પાસે આવેલા પટેલ કોલમાથી રૂપિયા 4,10,767નો કોલસો પોતાની ટ્રકમાં ભરેલો હતો. (transport businessman Fraud in Morbi)

આ પણ વાંચો સોશિયલ મિડીયામાં દર્દભરી વાતો કરીને લાખો ખંખેરતા નાઇઝીરિયન

હું ગાડી ગમે ત્યા ખાલી કરી નાખીશ રાજીવભાઇએ રામસિંગ યાદવને વાહન ભાડા પેટે રૂપિયા 1,05,943 રકમ તેના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ચુકવેલી હતી. આ કોલસો મોરબીથી પાણીપથ હરીયાણામાં નારાયણ કંપની ખાતે પહોંચાડવાનો હતો. તારીખ 13મી માર્ચના રોજ ભડિયાદથી કોલસો ભરી તેનો ટ્રક નિકળી ગ્યો હતો. છતાં તારીખ 17મી માર્ચ સુધી ગાડી પાણીપથ નહી પહોચતા રાજીવભાઇએ રામસિંગ યાદવનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, 'અહીંયા ગાડી તમે ખાલી કરાવી નાખો નહીતર હું ગાડી ગમે ત્યાં ખાલી કરી નાખીશ' (Morbi Crime News)

આ પણ વાંચો શેરબજારના ડબ્બાનું રેકેટ ઝડપાયું, 3 શકુની ઝડપાયા

મારો ખર્ચ અને ગાડી ભાડું આપી જાવ માલ લઇ જાવ તેથી રાજીવભાઇએ રામસિંગ યાદવને જણાવ્યુ કે, આપેલા સરનામે ગાડી હજુ પહોંચી નથી. ગાડી પહોચે એટલે ખાલી કરાવી નાખીશ. આથી રામસિંગ યાદવે જણાવ્યું કે, હવે મે મારી રીતે ગાડી ખાલી કરાવી નાખેલી છે અને ફરીવાર તેનો સંપર્ક કરતાં તેણે જણાવ્યુ હતુ કે, હવે મારો ઉપરનો ખર્ચો અને ગાડી ભાડું આપી જાવ અને માલ લઈ જાવ. જેથી રાજીવભાઇએ જણાવ્યુ હતું કે, માલ તેના સરનામે પહોંચે પછી જ ભાડું મળશે. આ મામલે તેનો ભાઇ સુલતાનરામ યાદવ સમાધાન માટે આવ્યો હતો અને તેણે માલ પહોચાડવાની ખાતરી આપી હતી. છતાં કોલસાની ડિલિવરી કરી ન હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (Truck loaded with coal in Morbi)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.