ETV Bharat / state

કેશોદના વેપારી પાસેથી માલ ખરીદી 90,41,390 રુપિયા ન ચૂકવી છેતરપિંડી

author img

By

Published : Dec 23, 2022, 3:16 PM IST

કેશોદના વેપારી પાસેથી માલ ખરીદી 90,41,390 રુપિયા ન ચૂકવી છેતરપિંડી (Fraud with merchant in Keshod )કરી હોવાની ફરિયાદ ( Junagdh crime )નોંધવામાં આવી છે. જે અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Lodge Complaint under IPC 406 409 420 114 ) ઇ.પી.કો.ક. 406, 409, 420, 114 મુજબ નોંધાવાતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

કેશોદના વેપારી પાસેથી માલ ખરીદી 90,41,390 રુપિયા ન ચૂકવી છેતરપિંડી
કેશોદના વેપારી પાસેથી માલ ખરીદી 90,41,390 રુપિયા ન ચૂકવી છેતરપિંડી

પોલીસે આગળની તપાસ હાથ ધરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આશીષભાઇ ધીરૂભાઇ કોટડીયા (Fraud with merchant in Keshod ) રાધે ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી ચલાવી મગફળી કઠોળની ખેડૂતો પાસેથી ખરીદી કરી મીલમાં માલ સામાન વેચાણ કરવાનો ધંધો કરે છે. કેશોદના ગાયના ગોદરા પાસે આવેલ રઘુવીર ઓઈલ મીલમાં સમયાંતરે મગફળી કપચી કઠોળ આપેલ હતું. જે પૈકી રૂપિયા નેવું લાખ એકતાળીસ હજાર ત્રણસો નેવું લેવાનાં હતાં ત્યારે પૈસાની માંગણી કરતાં ખોટાં વાયદાઓ કરી પૈસા ન ચૂકવતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ( Keshod Police Lodge Complaint )નોંધાવી છે.

આ પણ વાંચો ગોલ્ડના નામે લોભામણી જાહેરાત કરી લોકોને છેતરતો આરોપી ઝડપાયો

90,41,390 ની ખરીદી કરી નાણાં ન આપ્યાં કેશોદના આશીષભાઈ કોટડીયાએ આપેલ માલની વિગતો અને લેવાની રકમની વિગતો આધાર પુરાવાઓ રજૂ કરતાં કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળીએ રઘુવીર ઓઈલ મીલના ભરતભાઇ જેરામભાઇ ગામી, કાંતીભાઇ જેરામભાઇ ગામી, પંકજભાઇ કાંતીભાઇ ગામી, અમીતભાઇ કાંતીભાઇ ગામી રઘુવીર ઓઇલ મીલના સંચાલક/વેપારીઓ એ આશીષભાઈ કોટડીયાને વિશ્વાસમાં લઇ તેની પાસેથી અલગ અલગ તારીખોમાં મગફળી તથા સીંગદાણાની કપચી તથા જીરૂનો માલ કુલ કી.રૂ 90,41,390 ની ખરીદી કરી તે રકમ પરત નહી ચુકવી પોતે વેપારી હોવા છતા વિશ્વાસઘાત છેતરપિંડી ( Junagdh crime )કરી હતી.

આ પણ વાંચો કૌભાંડી વિનય શાહની 7 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવાઈ, 9 દિવસના મળ્યા રિમાન્ડ

પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો એકબીજાને મદદગારી કરી વર્ષ 2013 થી 2017સુધીમાં રૂપિયા ન ચુકવતા ઇ.પી.કો.ક. 406, 409, 420, 114 મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો (Complaint under IPC 406 409 420 114 )નોંધવામાં આવ્યો છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે. જે. જલવાણી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.