ETV Bharat / state

Kesar Mango: આખરે અમૃત ફળનું આગમન, માર્કેટિંગ યાર્ડમાં 'મેંગો'ની આવક શરૂ

author img

By

Published : Apr 19, 2023, 11:03 AM IST

સૌરાષ્ટ્ર પંથકના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2023-24 ની સિઝન માટે કેરીની હરાજી શરૂ થઈ છે. આ હરાજી ના પહેલા દિવસે 7180 જેટલા 10 કિલોના બોક્સ આવ્યા હતા. ગત વર્ષની તુલનાએ એ આ વર્ષે વધુ 20 દિવસ સમય સુધી આ હરાજી લંબાય એવી સંભાવના છે. આઠ દિવસ વહેલી આ હરાજી શરૂ થઈ છે.

માર્કેટિંગ યાર્ડમાં 'મેંગો'ની આવક શરૂ
માર્કેટિંગ યાર્ડમાં 'મેંગો'ની આવક શરૂ

માર્કેટિંગ યાર્ડમાં 'મેંગો'ની આવક શરૂ

જૂનાગઢ/તાલાલા: કેરીના શોખીનો માટે સારા સમાચાર છે. કેરીની જાહેર હરાજી શરૂ થઈ ચૂકી છે. આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીની જાહેર હરાજી ચાલુ થતાં નાના મોટા વેપારી ખરીદી માટે આવ્યા હતા. 15 મી જૂન આસપાસ આ હરાજી પૂરી થાય એવી શક્યતા છે. આ વર્ષે કેરીના પાકમાં વાતાવરણની પ્રતિકૂળતા જેટલી નોંધાય છે એટલી પાછલા વર્ષના ઇતિહાસમાં ક્યારેય જોવા મળી નથી.

હરાજી વિધિવત રીતે શરૂ: આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેરી ની જાહેર હરાજી વિધિવત રીતે શરૂ થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હરાજી આઠ દિવસ વહેલા શરૂ થવા પામી છે પાછલા વર્ષોની સરખામણીએ 20 દિવસ વધુ લંબાઈને 15મી જૂન આસપાસ પૂરી થાય તેવી શક્યતા માર્કેટિંગ યાર્ડના સતાધીશો અને કેરીની હરાજી સાથે પાછા 40 વર્ષથી જોડાયેલા નાના મોટા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. વાતાવરણની પ્રતિકૂળતા અને કારણે સીઝન લંબાશે. આ વર્ષે કેરીના પાકમાં વાતાવરણની પ્રતિકૂળતા જેટલી નોંધાય છે. તેટલી પાછલા વર્ષના ઇતિહાસમાં ક્યારેય જોવા મળતી નથી. આ વર્ષે કેરીમાં ત્રણ વખત બંધારણ આવ્યું છે. જેને કારણે કેરીની સિઝન એક અઠવાડિયા પૂર્વે શરૂ થઈ છે. તો ત્રીજા બંધારણને કારણે કેરીની સિઝન સામાન્ય રીતે 40 દિવસની હોય છે. તેમાં 20 દિવસનો વધારો થઈને 55 કે 60 દિવસ સુધી ચાલશે. આ વર્ષે કેરીની સિઝન 15મી જૂન સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા માર્કેટિંગ યાર્ડના સભાધિશો અને વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

અપેક્ષા ખેડૂતોની: પ્રથમ દિવસે જાહેર હરાજીમાં 7180 જેટલા 10 કિલોના બોક્સની આવક થવા પામી છે. જેના ઉચામાં 1150 અને નીચામાં 325 ની સાથે સરેરાશ 650 જેટલા પ્રતિ 10 કિલો કેરીના બજાર ભાવ આજે મળ્યા છે. જેને ખેડૂતો અપૂરતા માની રહ્યા છે. આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ રોગ જીવાત નો ઉપદ્રવ અને કમોસમી વરસાદને કારણે કેરીના ઉત્પાદનમાં વિપરીત અસર થાય છે. ત્યારે કેરીના બજાર ભાવમાં હજુ પણ વધારો થાય તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.

આ પણ વાંચો Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

દસ વર્ષનો ભાવનો ઇતિહાસ: પાછલા દસ વર્ષ દરમિયાન કેરીની આવકમાં અને તેની સરેરાશ બજાર ભાવમાં સતત વધારો કે ઘટાડો જોવા મળે છે. વર્ષ 2004 /05 મા કેરીની સીઝન 40 દિવસ દરમિયાન 13,00,000 જેટલા 10 કિલોના બોક્સની આવક થઈ હતી. ત્યારે પ્રતિ 10 કિલોના સરેરાશ બજાર ભાવ 130 જેટલી રહેવા પામ્યા હતા. તો વર્ષ 2020 21 માં 6,87,931 જેટલા 10 કિલોના બોક્સની આવક થઈ હતી. જેના સરેરાશ બજાર ભાવ અત્યાર સુધીના સૌથી વધારે એટલે કે 375 જેટલા નોંધાયા છે. ત્યારે આજે પ્રથમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના સરેરાશ ભાવ 650 જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં બજાર ભાવમાં આ જ પ્રકારની એકસૂત્રતા જળવાશે. તો બની શકે કે પાછલા 20 વર્ષના ઇતિહાસમાં સરેરાશ કેસર કેરી ના બજાર ભાવ માં ખેડૂતોને 300 રૂપિયા પ્રતિ 10 કિલો ફાયદો થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.