ETV Bharat / state

Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

author img

By

Published : Apr 7, 2023, 9:03 PM IST

જૂનાગઢમાં સાર્વજનિક વિનામૂલ્યે છાશ કેન્દ્ર 87 વર્ષે પણ આજે ધમધમતું દેખાય રહ્યું છે. આ કેન્દ્ર પરથી ઉનાળામાં જરૂરિયાતમંદ વર્ગને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે. દરરોજ 450 જેટલા પરિવારો આ કેન્દ્રમાંથી ગરમીનું રક્ષણ મેળવી રહ્યા છે. દર વર્ષે છાશની જરૂરિયાત વધતી જોવા મળી રહી છે. ત્યારે શું છે રસપ્રદ વાત જાણો.

Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ
Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

87 વર્ષથી સાર્વજનિક છાશ કેન્દ્ર જરૂરિયાત મંદ લોકોને પૂરી પાડે છે વિનામૂલ્યે છાશ

જૂનાગઢ : ઉનાળાના દિવસો દરમિયાન સાર્વજનિક છાશ કેન્દ્ર દ્વારા પાછલા 87 વર્ષથી વિનામૂલ્યે જરૂરિયાતમંદ વર્ગને વિના મૂલ્યે એક લીટર છાશ પૂરી પાડવામાં આવી રહી છે. જેનો તમામ ખર્ચ દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. ઉનાળાના દિવસો દરમિયાન લોકોને ટાઢક મળી રહે અને ગરમી સામે રક્ષણ થાય તે માટે છાશ કેન્દ્ર શરૂ કરાયું હતું. જે આજે સતત ધમધમતું જોવા મળે છે.

87 વર્ષથી ધમધમે છે છાશ કેન્દ્ર : જુનાગઢ શહેરમાં પાછલા 87 વર્ષથી સાર્વજનિક છાશ કેન્દ્ર સતત ધમધમી રહ્યું છે. આજથી 87 વર્ષ પૂર્વે જૂનાગઢ નજીકના વડાલ ગામથી સાર્વજનિક છાશ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે 87 વર્ષ બાદ વટ વૃક્ષ બની રહ્યું છે. પ્રતિ દિવસે જુનાગઢ શહેરના બે કેન્દ્રો પરથી 450 જેટલા પરિવારો કેન્દ્ર થકી વિનામૂલ્યે છાશ મેળવી રહ્યા છે, જેનું વિતરણ રહેલી સવારે 6:00 કલાકે કરવામાં આવે છે. ગણતરીની મિનિટોમાં 450 જેટલા પરિવારો વિનામૂલ્ય છાશ મેળવી રહ્યા છે. વિનામૂલ્ય વિતરણ કરવામાં આવતી છાશ તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કે કોમના ભેદભાવ વગર લોકોને પૂરી પાડવામાં આવે છે. જેનો લાભ તમામ ધર્મ કોમ અને જ્ઞાતિના લોકો મેળવી રહ્યા છે.

આ પણ વાંચો : Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા

તમામ ખર્ચ કોણ આપે છે : સાર્વજનિક છાશ કેન્દ્રનો તમામ ખર્ચ દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. છાશ કેન્દ્રની શરૂઆત હોળી પછીના પહેલા અઠવાડિયાથી કરવામાં આવે છે. જે જૂન મહિના સુધી અંદાજે 90 દિવસ ચાલવામાં આવે છે. જેમાં 450 પરિવારો વિનામૂલ્યે છાશ મેળવવા માટે રજીસ્ટર થયા છે. જેમાં દર વર્ષે વધારો પણ થઈ રહ્યો છે. જેને લઈને દર વર્ષે છાશની જરૂરિયાત પણ વધી રહેલી છે. તેમ છતાં ટ્રસ્ટીઓના સહયોગથી વિનામૂલ્યે છાશ કેન્દ્રનું સંચાલન એકદમ સરળતાથી થઈ રહ્યું છે.

આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલમાંથી અંગદાનમાં મળેલા હૃદયનું દર્દીને વિનામૂલ્યે થયું પ્રત્યારોપણ

રક્ષણ માટે છાશ : ઉલ્લેખીય છે કે, ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી રક્ષણ આપી શકાય તે માટેના હાથ વગા ઉપચાર તરીકે વર્ષોથી છાશને માનવામાં આવે છે. છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છે, સાથે સાથે ઉનાળા દરમિયાન ડીહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છે. જેને લઈને સાર્વજનિક છાશ કેન્દ્ર દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશ કેન્દ્ર ઉનાળા દરમિયાન સતત ધમધમતું રાખવામાં આવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.