ETV Bharat / state

અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર,આંકડો છુપાવવા ધમપછાડા

author img

By

Published : Dec 14, 2022, 10:29 AM IST

Updated : Dec 14, 2022, 1:53 PM IST

એક બાજું નવી સરકારના પ્રધાનો આરોગ્ય સુવિધાના વધારે સરળ અને સુધારવાના દાવા કે છે. બીજી તરફ આરોગ્ય ક્ષેત્રમાંથી મોટી બેદરકારીના બનાવ આરોગ્ય તંત્રમાં ચાલી રહેલી લોલમલોની પોલ ખોલી રહ્યા છે. સૌરાષ્ટ્રાના અમરેલીમાં મોતિયાના ઑપરેશન (cataract operation failed in Amreli) બાદ દર્દીઓને આડઅસર થઈ હોવાના કેસ સામે આવી રહ્યા છે. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં (Amreli Shanta ba hospital) મોતીયાના ઑપરેશન ફેઈલ થઈ ગયા છે. જેનો ભોગ દર્દીઓ થયા છે. પીડામાંથી છૂટકારો મળવાના બદલે એમની પીડા હવે વધી ગઈ છે. આ પહેલા આવી ઘટના અમદાવાદમાં (cataract operation failed in Ahmedabad) બની હતી. જેમાં લોકોએ પોતાના નેત્ર ગુમાવ્યા હતા.

અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર, પીડિતોનો આંકડો છુપાવવા ધમપછાડા
અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર, પીડિતોનો આંકડો છુપાવવા ધમપછાડા

અમરેલી/અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી આંખના મોતિયાના ઑપરેશન બાદ દર્દીઓને આડઅસર થતા બેદરકારીની ઉઘાડી પડી ગઈ છે. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ગત (Amreli Shanta ba hospital) નવેમ્બર મહિનામાં 25 જેટલા વૃદ્ધોએ મોતિયાનું ઑપરેશન(cataract operation failed in Amreli) કરાવ્યું હતું. પણ હવે એકપછી એક દર્દીઓને એકાએક આંખમાં બળતરા વધી જતા ઝાંખું દેખાવા (cataract operation side effect) લાગ્યું છે. જેના કારણે હોસ્પિટલની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક નિદાન બાદ તબીબોએ આ તમામ દર્દીઓને વધારે સારવાર માટે અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં રીફર કરી દીધા છે. જોકે, આ પહેલા અમદાવાદની શારદા હોસ્પિટલમાંથી (Sharda Hospital In Ahmedabad) પણ આવો જ કાંડ સામે (cataract operation failed in Ahmedabad) આવ્યો હતો. જેમાં વૃદ્ધોને નેત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે

આરોગ્ય અધિકારીનું નિવેદનઃ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સિંઘે જણાવ્યું હતું કે, અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિના દરમિયાન 18 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા હતા. જેમાંથી છથી સાત વ્યક્તિઓને આડ અસરથી આંખમાં બળતરા થયાના કેસ સામે આવ્યા છે. અન્ય દર્દીઓની યાદી સિવિલ હોસ્પિટલ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, હવે આ છબરડો સામે આવ્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ તરફથી દર્દીઓના નામ અને આંકડા છુપાવવાની રમત ચાલું થઈ ગઈ છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ દર્દીઓનો સચોટ આંકડો કે નામ ન હતા. હવે સ્વજનો એવી માંગ કરી રહ્યા છે કે, જવાબદાર તબીબ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.

શું કહે છે સુપ્રિટેન્ડેન્ટઃ ડૉ. આર. એમ. જીતીયા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં 25થી 30 લોકોના મોતિયાના ઑપરેશન કરાયા નથી. માત્ર 15-17 લોકોના ઑપરેશન થયા છે. એમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં આડઅસર થઈ છે. સાત દર્દીઓને અમદાવાદ, બે દર્દીઓને રાજકોટ અને એકને ભાવનગર સારવાર હેતું ખસેડાયા છે. મોટાભાગના દર્દીઓની તબિયત સુધારા પર છે. આ તમામ ઑપરેશન ડૉ. પંડ્યાએ કરેલા છે. દર્દીઓને પણ આંખમાં પાણી ન જાય અને આંખ ચોળાઈ નહીં એવી કોઈ કાળજી લીધી નથી. જેના કારણે આ ચેપ લાગ્યો છે.

આ પણ વાંચોઃ અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો

આરોગ્ય પ્રધાનની સ્પષ્ટતાઃ આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એવી ચોખવટ કરી છે કે, 12 લોકોને બેક્ટેરિયાને કારણે અસર થઈ છે. કેટલાક લોકોની તબિયત સુધારા પર છે. દર્દીઓને અમદાવાદ એડમીટ કરાયા છે.

અમદાવાદ જેવી ઘટનાઃ એલજી હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડ થયો હતો. જેના લાંબા સમય સુધી પડઘા પડ્યા હતા. એ પહેલા રાજકોટના જંક્શનવિસ્તારમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 12 દર્દીઓને એક આંખમાં અંધાપો આવી ગયો હતો. વર્ષ 2016માં અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પણ આવો કાંડ થયો હતો. જેમાં લોકોને નેત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો. અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલમાં મોતિયાની શસ્ત્રક્રિયા બાદ ઓછામાં ઓછા ચાર લોકોએ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી. એ સમયના હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. યોગેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલાક ચેપને કારણે લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી.

Last Updated : Dec 14, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.