ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો

author img

By

Published : Apr 23, 2022, 3:55 PM IST

અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો
અમરેલીના જાફરાબાદ દરિયામાં ફસાયેલા યુવકને ફિશિંગ બોટે બચાવ્યો

અમરેલીના જાફરાબાદથી પાંચ માઇલ દુર દરિયામાં એક વ્યક્તિ દરિયામાં પડી જતા માછીમારી કરતી બોટને ધ્યાને આવતા તેને બચાવી લેવામાં(Jafrabad fishing boat ) આવ્યો હતો. આ વ્યક્તિને બચાવી જાફરાબાદ મરીન પોલીસને સોપવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનો સંપર્ક કરીને વ્યક્તિને(Jafrabad Marine Police) સોપવામાં આવ્યો હતો.

અમરેલી: જાફરાબાદથી પાંચ માઇલ દુર દરિયામાં એક માણસ તરતો(Jafrabad fishing boat ) હોવાની જાણ થતા જાફરાબાદની હરભોલે નામની બોટે માણસને બચાવી લીધો હતો. આ બોટ એસોસીએસનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીને જાણ થતા તેણે (Jafrabad Marine Police)દરિયામાંથી આવતી હરભોલે નામની બોટનો સંપર્ક કરી માણસને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

જાફરાબાદ દરિયા

આ પણ વાંચોઃ દરિયામાં ડૂબતા 4 વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યા

વ્યક્તિને બોટ દ્વારા બચાવાયો - જાફરાબાદ થી પાસ નોટીકલ માઈલ દૂર દરિયામાં મહુવા તાલુકાના ડોળીયા ગામનો રહેવાસી ધરમશી રામ બારીયા દરિયા કિનારે આવેલ કોઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમય દરમિયાન દરિયાના પાણીમાં પડી (man fell into the sea)જતા ટાયરની ટ્યુબની મદદથી પાણીમાં તરતો રહ્યો હતો. આ સમયે દરિયામાંથી ફિશિંગ કરી રહેલ હરભોલે નામની બોટના ખલાસીઓને આ વ્યક્તિ નજરમાં આવતા તેને તાત્કાલિક બચ્ચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો

પરિવારને સોપવામાં આવ્યો - બોટના માલીક દિનેશ નાનુનો સંપર્ક કરી અને જે વ્યક્તિ દરિયામાં તરતો હતો તેને બોટમાં લઈ જાફરાબાદ કાંઠે લઇ આવવામાં આવ્યો હતો. તાત્કાલિક મરીન પોલીસને જાણ કરતા જાફરાબાદ મરીન પોલીસના હેડ. કોન્સ. ડોડીયા દ્વારા તે વ્યક્તિના સબંધીને જાણ કરવામાં આવી હતી. વ્યક્તિના સંબધીને પોલીસ સ્ટેશન બોલાવી તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આમ મરીન પોલીસ પી.આઈ ચૌધરી તેમજ અશોક, બાલુ ડોડીયા, વીરે, જયેશ વગેરે પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.