અમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે

author img

By

Published : May 15, 2022, 6:28 PM IST

Updated : May 15, 2022, 7:30 PM IST

અમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે

અમરેલી લીલીયાથી ક્રાંકચ જવાના માર્ગ પર ભર બપોરે 5 સિંહણ (Amreli lions video viral) નીકળી હતી. સિંહણની સલામતી માટે વાહનચાલકો પણ કાળજી લેતા કેમેરામાં કેદ થયા હતા અને વાહનો થંભાવી દીધા હતા. આગવી અદામાં રસ્તો ક્રોસ કરતા સિંહણનો અદભુત વીડિયો વાયરલ થયો હતો.

અમરેલી: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં 5 સિંહણનો વીડિયો (Amreli lions video viral) સામે આવ્યો છે. ક્રાંકચ એટલે સિંહનું ઘર (Krankch home of lions) માનવામાં આવે છે, ત્યાં સિંહોના મોટા પ્રમાણમાં રહેઠાણ છે, ત્યારે આવા કાળ ઝાડ ઉનાળામાં બળબળતા બપોરે ખેતરમાંથી ચાલતાં-ચાલતાં 5 સિંહો રોડ ક્રોસ કરતા નજરે ચડયા હતાં.

અમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો: જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

લીલીયાથી ક્રાંકચ જવાના માર્ગ પર ભર બપોરે 5 સિંહણ નીકળી હતી. ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો 45-46 ડીગ્રી હોવાથી માણસ પણ ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે આવા તડકામાં પશુ-પક્ષીમાં પણ ભર બપોરે પાણીની શોધમાં નીકળવું પડતુ હોય છે. આવી કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન શિકાર કરીને પાણી પીવાની શોધમાં નીકળ્યા હતા, ત્યારે 5 સિંહણ રસ્તો રોડ ક્રોસ કરતા બંને સાઇડ વાહનો ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા અને સિંહણનો વિડિયો ઉતાર્યો (Amreli local people lion video) હતો.

આ પણ વાંચો: યુવાનોને શરમાવે તેવા 'બાપા', બન્યા સૌથી વધુ લાંબા સમયથી પેન્શન લેનારા વ્યક્તિ

ખેતરમાં એક જ લાઈનમાં ૫ સિંહણનો અદભુત વીડિયો વાયરલ થયો હતો. સિંહણની સલામતી માટે વાહનચાલકો પણ કાળજી લેતા કેમેરામાં કેદ થયા હતા અને વાહનો થંભાવી દીધા હતા. આગવી અદામાં રસ્તો ક્રોસ કરતા સિંહણનો અદભુત વીડિયો વાયરલ થયો હતો.

વન વિભાગની બેદરકારી: આવી કાળઝાળ ગરમીમાં વનવિભાગે બૃહદગીર વિસ્તારમાં પશુઓ માટે પાણીના કુંડો જ્યાં જે આવેલા છે ત્યાં આગળ સમયસર પાણી ભરવા માં આવે તો સિંહણને જંગલ વિસ્તારમાંથી બાર આવવાની નોબત ન આવા અનેક વીડિયો વાયરસ થયા છે જેમાં સિંહણને શિકાર અને પાણી માટે ગામ ખેતર વિસ્તારોમાં આવું પડે છે આથી વનતંત્રએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

Last Updated :May 15, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.