ETV Bharat / city

Stir in Gujarat Politics : આપના તૂટવાનો સીધો ફાયદો કોંગ્રેસને મળે? શું છે અભિપ્રાય જાણો

author img

By

Published : Feb 5, 2022, 7:28 PM IST

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે. આનો સીધો લાભ કોને મળે તેના ગણિત (Stir in Gujarat Politics ) માંડવામાં આવી રહ્યાં છે.

Stir in Gujarat Politics : આપના તૂટવાનો સીધો ફાયદો કોંગ્રેસને મળે? શું છે અભિપ્રાય જાણો
Stir in Gujarat Politics : આપના તૂટવાનો સીધો ફાયદો કોંગ્રેસને મળે? શું છે અભિપ્રાય જાણો

અમદાવાદઃ ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat )આગળ વધી રહી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP ) જોડાઇ રહ્યા છે. જેને જોતા 2022 ની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022 ) પહેલા આમ આદમી પાર્ટી વધુ નબળી બને તેવી શક્યતાઓ (Stir in Gujarat Politics ) છે. તેનો સીધો લાભ કોંગ્રેસને મળે તેમ છે. આ વિશે જોઈએ વિગતવાર અહેવાલ.

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતાં નેતાઓ રણમેદાન ખેલી રહ્યાં છે

આમ આદમી પાર્ટીના કયા નેતાઓ ભાજપમાં જોડાયા

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ( Aam Aadmi Party Gujarat ) સુરતના આશાસ્પદ નેતા મહેશ સવાણીએ રાજીનામું આપ્યું છે. પ્રસિદ્ધ લોક ગાયક વિજય સુવાળા પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. નીલમ વ્યાસ પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022 ) પહેલા સુરતના પાંચ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા છે. જેમણે આમ આદમી પાર્ટી પર બેફામ આક્ષેપો (Stir in Gujarat Politics )કર્યા છે.

કોંગ્રેસને આમ આદમી પાર્ટી તૂટવાથી શો લાભ ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ( Aam Aadmi Party Gujarat )સુરતમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું અને તેના 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો વોટ શેરિંગ સારો રહ્યો છે. પરંતુ પાર્ટી વોટ શેરિંગની દ્રષ્ટિએ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીને જે વોટ મળ્યા છે તેટલું નુકસાન કોંગ્રેસને થયું છે. જ્યારે ભાજપના (Gujarat BJP ) વોટ શેરિંગમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. આમ કોંગ્રેસના ગઢમાં (Gujarat Congress ) આમ આદમી પાર્ટીએ ગાબડું પડયું છે. એટલે ચોક્કસ જ લોકો આમ આદમી પાર્ટીને ત્રીજો વિકલ્પ માનતા થયા છે. આથી જો આમ આદમી પાર્ટી નબળી પડે તો ગુજરાતમાં બીજા નંબરની પાર્ટી કોંગ્રેસનો પોતાના વોટ શેર ફરીથી મળી શકે તેમ છે.

ગુજરાતની જનતાએ થર્ડ ફ્રન્ટને કયારેય સ્વીકાર્યો નથી : જગદીશ ઠાકોર

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Gujarat Congress ) જગદીશ ઠાકોરે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ વખતે પણ ત્રીજા મોરચાની વાતો ચાલતી હતી. પરંતુ તેને લોકોએ નકારી નાખ્યો હતો. ગુજરાતમાં બે જ વિચારધારા ચાલે છે. શાસક પક્ષ ભાજપ અત્યારે લોકોમાં અપ્રિય થઈ રહ્યો છે. બેરોજગારોને નોકરી નથી, કાયદા-વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી છે. લોકોને ગેરમાર્ગે દોરવા ભાજપ પોતાની પાર્ટીમાં અન્ય પાર્ટીના લોકોને આવકારતું રહે છે. ગુજરાતના રાજકોટ શહેરના ભાજપના ધારાસભ્ય પોલીસ કમિશ્નર ભ્રષ્ટાચાર કરતા હોય તેવો પત્ર ગૃહ પ્રધાનને લખી રહ્યા છે. તેમના કોર્પોરેટરો સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર થાય છે તેવો સરકાર પર આક્ષેપ કરીને રાજીનામું આપી રહ્યા છે. જ્યાં સુધી આમ આદમી પાર્ટીની ( Aam Aadmi Party Gujarat ) વાત છે તો તેઓ તેમની રાજનીતિ કરશે અને કોંગ્રેસ પોતાના બળ ઉપર રાજનીતિ કરશે.

આ પણ વાંચોઃ Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન

ભાજપે ખરીદ-વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું છે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ઈશુદાન ગઢવીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party Gujarat ) તૂટી નથી રહી ખરેખરમાં ભાજપે (Gujarat BJP ) ખરીદ-વેચાણ ચાલુ કર્યું છે. ભાજપના તલોદ નગરપાલિકાના સાત સભ્યોએ રાજીનામા આપ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, તલોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના બોટાદ નગરપાલિકાના સભ્યએ પણ ભ્રષ્ટાચારના ચાલતો હોવાનો આક્ષેપ કરી રાજીનામું આપ્યું છે. રાજપીપળાના નગરપાલિકાના ભાજપના સભ્યએ પણ રાજીનામુ આપ્યું છે. આમ તાજેતરમાં જ ભાજપના કુલ 09 ચૂંટાયેલા સભ્યોએ રાજીનામાં આપ્યા છે. ભાજપ જાણે છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Gujarat Assembly Elections 2022 ) તેમને હરાવી શકે છે. અમે શહેરો અને ગામડાઓમાં લોકોની વચ્ચે પહોંચ્યા છે. અમે 40 ટકા જેટલું બૂથ મેનેજમેન્ટ પૂરું કર્યું છે.

કેટલાકના તૂટવાથી ભાજપ સફળ થતું નથી : ઇસુદાન ગઢવી

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોના તૂટવાથી ભાજપ સફળ થતું નથી. ભાજપે બીજી પાર્ટીના નેતાઓને અગાઉ પણ લીધા છે અને તેઓ બધા ચૂંટણીમાં હાર્યા છે. ભાજપના (Gujarat BJP ) કાર્યકરો પણ તેનાથી ખુશ નથી. લોકો જાણે છે કે, પૈસા આપીને ભાજપે આવા લોકોને આવકારે છે. ભાજપ લોકોના ટેક્સના પૈસા બરબાદ કરે છે. હવે લોકોએ પોતાના સંબંધીઓને ફોન કરીને ભ્રષ્ટાચારી ભાજપને મત ના આપવા જણાવવું જોઈએ. અમે આ અંગે કાર્યક્રમ પણ યોજીશું.

આ પણ વાંચોઃ Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું

આ જે કાંઈ થઈ રહ્યું છે તે આમ આદમી પાર્ટીને નિયંત્રણમાં રાખવા થઈ રહ્યું છે : રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા

આ સમગ્ર મુદ્દે રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party Gujarat ) અસ્તિત્વથી કોંગ્રેસને (Gujarat Congress ) નુકસાન જઈ રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી જ્યાં સુધી પિક્ચરમાં છે અને જો તે ભાજપના માથે ચડવા પ્રયત્ન કરશે ત્યાં સુધી ભાજપ (Gujarat BJP ) તેની પર નિયંત્રણ રાખશે. તેના કોર્પોરેટરો જવાથી પાર્ટીને નુકસાન થતું નથી. પરંતુ તેમણે જે પ્રકારના આક્ષેપો (Stir in Gujarat Politics ) પાર્ટી ઉપર કર્યા છે, તે પાર્ટીને નુકસાન કરી શકે છે. ભાજપ આમ આદમી પાર્ટીને સમગ્ર રીતે તોડીને કોંગ્રેસને લાભ થાય તેવું કરશે નહીં. આ બધું આમ આદમી પાર્ટીને નિયંત્રણમાં રાખવા કરાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.