ETV Bharat / state

Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું

author img

By

Published : Feb 4, 2022, 10:04 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમા પાર્ટીમાં ફરીથી(Surat AAP Corporators Resign) ગાબડું પડ્યું છે. સુરત શહેરના આપના 5 કોર્પોરેટરોએ રાજીનામાં આપી ભાજપ સાથે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આમ તો ચૂંટણીઓ પહેલા એક પક્ષમાંથી બીજા પક્ષમાં વંડી ઠેકીને નેતાઓ જતા હોય છે. આપના 5 કોર્પોરેટરોએ રાજીનામાં બાદ આપને મોટો ફટકો પડ્યો છે. રાજીનામા આપીને ભાજપમાં જોડાયા પછી આપના પાંચ કોર્પોરેટરોએ નિવેદનો કર્યા હતા, તે શું હતા, આવો જાણીએ વિશેષ અહેવાલમાં..

Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું
Surat AAP Corporators Resign: આપના 5 કોર્પોરેટરોએ ઝાડું છોડી કમળ પકડ્યું

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના (Aam Adam Party)પાંચ કોર્પોરેટરોએ આજે શુક્રવારે પાર્ટી છોડી હતી અને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ(BJP Pradesh Office Kamalam) ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની(Home Minister Harsh Sanghvi) હાજરીમાં ભાજપમાં જોડાયા છે. પાંચ કોર્પોરેટર રુતા કેયુર કાકડીયા (વોર્ડ નં 3), ભાવના ચીમનભાઈ સોલંકી (વોર્ડ નં 2), વિપુલ ધીરુભાઈ મોવલિયા (વોર્ડ નં 16), જ્યોતિકા વિનોદભાઈ લાઠીયા (વોર્ડ નં 8), મનીષા જગદીશભાઈ કુકડીયા (વોર્ડ નં 5) ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાયા

ભાજપમાં જોડાયા બાદ જે નિવેદનો

આપના 5 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાયા બાદ જે નિવેદનો આપ્યા હતા, તે ચર્ચાસ્પદ રહ્યા છે. રુતા કાકડીયા કહ્યું કે આમ આદમી પાર્ટીએ મારી પર્સનલ લાઈફને રાજનીતિ બનાવી બનાવી દીધી છે. મારા ડાયવોર્સને ભાજપ સાથે જોડ્યો અને મારા પતિ પર ટોર્ચર કર્યું છે. હવે હું કાયદાકીય કાર્યવાહી કરીશ, હું આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી, સુરતના વિપક્ષના નેતાઓ સામે ફરિયાદ કરીશ અને મારી હર્ષ સંઘવી મને મદદ કરશે.

આમ આદમી પાર્ટી પર જાતિવાદનો મોટો આક્ષેપ

ભાવના સોલંકીએ આરોપ કર્યો કે પ્રજાના હિતના કામ કરતા મને રોકવામાં આવતી હતી. ભાજપ સારું કામ કરે છે. આમ આદમી પાર્ટી ખોટી દિલ્હીમાં આદર્શ સ્કૂલોનો ખોટો દેખાવ અને હું SCસમાજમાંથી આવું છું. મારા હાથનું પાણી પીવાની પાર્ટીએ ના પાડી છે. ભાવના સોલંકીએ આમ આદમી પાર્ટી પર જાતિવાદનો મોટો આક્ષેપ કર્યો છે. મને પત્રકારના માધ્યમથી ટીવી પર નોટિસ મળી કે, હું કામ કરતો નથી. મને ખોટો બદનામ મહેન્દ્ર નાવડીયા કરી રહયા છે. તેમજ ધર્મ અને ગુજરાતની આસ્થાનો આપે એ મજાક કરી છે. રાષ્ટ્રની સુરક્ષા સાથે પણ આપએ ચેડાં કર્યા છે. આમ આદમી પાર્ટીએ કોઈ વાયદો પૂરો કર્યો નથી. ભાજપના સંપર્કમાં આવ્યા બાદ જ નોટિસ કેમ મળી, મહેન્દ્ર નાવડીયા જવાબ આપે.

દિલ્હી મોડલ એ આપનો દેખાડો

અમને દિલ્હી લઈ ગયા હતા. દિલ્હી મોડલ એ આપનો દેખાડો છે. અમને પ્રજાન કામ કરતા રોકવામાં આવતા હતા. અમે દબાણના લીધે પાર્ટી છોડી અમે લોભથી નહીં વિકાસના કામોથી આકર્ષાયા છીએ. એકેય વખત ધર્મેશ ભન્ડેરી વોર્ડ 8- સુરત આવ્યા નહીં આમ આદમી પાર્ટી અમને બંધનમાં રાખે છે. અમારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ભાજપમાં જોડાવા આમંત્રણ આપતા નથી

આપના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ ભાજપ તરફથી પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે આ પાંચેય મિત્રોનું ભાજપમાં સ્વાગત કરું છું. છેલ્લા 27 વર્ષથી ભાજપને જનતાએ પ્રેમ આપ્યો છે. ભાજપે લોકોને વિકાસના મુદ્દા આપ્યા છે. આમ આદમી પાર્ટીએ સર્જીકલ સ્ટ્રાઈક પર સવાલ કર્યા, કોમ્યુનિસ્ટ પાર્ટીનું વર્ઝન એટલે આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી તેના કાર્યકરોને સાચવી શકી નથી. ભાજપ કાર્યકરોની પાર્ટી છે. અમે કોઈને ભાજપમાં જોડાવા આમંત્રણ આપતા નથી. પરંતુ દિશા ભૂલેલા લોકો અહીં આવે તો અમે તેમનું સ્વાગત કરીએ છે. અમે કોઈને લોભ લાલચ આપી નથી. અમારા કાર્યકર્તા પણ બીજી પાર્ટીમાં જાય છે. દરરોજ નવા કાર્યકરો ભાજપમાં જોડાય છે.

આ પણ વાંચોઃ Gujarati Artist Joins BJP: કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... અનેક ગુજરાતી કલાકારો સાથે વિવિધ અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહિલા પરનો અત્યાચાર વાજબી નથી

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી કહ્યું કે મહિલા પરનો અત્યાચાર વાજબી નથી. આક્ષેપો સામે પગલાં લેવાશે, ભ્રમણામાં આવેલ લોકોની ભ્રમણા દૂર થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતને બદનામ કર્યા સિવાય કંઈ કર્યું નથી.

આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું

ગુજરાતમાં આજે રાજકીય રીતે મહત્વનો દિવસ રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ સુરતમાં પત્રકાર પરિષદ કરીને સી આર પાટીલ પર આક્ષેપ કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપ પૈસાની લાલચ અને ન માને તો ધમકીઓ આપીને લઈ જાય છે. ગોપાલ ઈટાલિયાએ ભાજપને નિશાન બનાવ્યું હતું તેની સાથે આમ આદમી પાર્ટીને છોડીને ગયેલા કોર્પોરેટરો અંગે પણ કહ્યું હતું કે તેઓ પાર્ટી માટે કોઈ કામ કરતાં ન હતા.

આ પણ વાંચોઃ Surat AAP Corporators Resign: સુરત AAPના 5 કોર્પોરેટરનું પક્ષમાંથી રાજીનામું, એક કોર્પોરેટરને મળી નોટિસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.