ETV Bharat / city

Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન

author img

By

Published : Jan 18, 2022, 8:45 PM IST

આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને હોદ્દાના પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકરોમાંમાં ચાલી રહી છે. ત્યારે ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi Retort Gujarat AAP Clashing) ઇટીવી ભારતની ખાસ વાતચીતમાં શું જણાવ્યું આવો સાંભળો!

Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન
Isudan Gadhvi Retort Gujarat AAP Clashing : લોકો આવશે અને જશે પણ ખરા, બંને નેતાઓની સેવાને અભિનંદન

અમદાવાદઃ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi Retort Gujarat AAP Clashing ) ઇટીવી ભારતની ખાસ વાતચીતમાં કેટલીક બાબતો જણાવી હતી.

આમ આદમી પાર્ટીમાં વિખવાદ અને રણનીતિ અંગે ખુલીને વાતચીત

સવાલ :- બે નેતાઓએ આપ પાર્ટીમાં રાજીનામું આપ્યું, પ્રથમ પ્રતિક્રિયા શું?

જવાબ - અમારી લડાઈ સંઘર્ષની લડાઈ છે. આ લડાઈ છે બીજા સ્વરાજ્યની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્હીથી થઈ છે. કામની રાજનીતિ સિવાય આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. રાજકારણ અમને આવડે છે કે ભવિષ્યમાં આવડશે, અમે રાજનીતિના માણસો નથી. એટલે જ અમે કહીએ છીએ કે અમે રાજનીતિને બદલવા (Gujarat AAP Political Strategy ) આવ્યા છીએ. આજે 50 લાખ યુવાનો છે તેવો તો આંદોલન કરવાના નથી. તેમના માતા-પિતા પણ નથી કરવાના. જે પણ યુવાનોના દીકરા દીકરીઓ ભણે છે તેમના માતા-પિતાને ચિંતા થાય છે કે ભાજપ પેપર ફોડ પેપર પાર્ટી છે. પોતાના લોકોને મિલીભગતથી નોકરીઓ અપાવે છે. ત્યારે બન્ને નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જે સેવા આપી છે. તેને લઈ હું અભિનંદન આપું છું, આપ પાર્ટી ઇસુદાન કે ગોપાલ ઇટાલિયાની પાર્ટી નથી, જેથી આવતા રહેશે અને લોકો જતા પણ રહેશે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. પેપરલીક મુદ્દે કમલમમાં કરવામાં આવેલા વિરોધ બાદ ભાજપમાં ડર જોવા મળી રહ્યો છે. જેને લઈ આપ પાર્ટીના કાર્યકરો જેલમાં પણ ગયા હતાં. પરંતુ ભાજપને ખબર નથી કે અસત્ય પર સત્યની લડાઈ છે.

સવાલ - વિજય સુંવાળા ભાજપમાં જોડાયા કહ્યું CR પાટીલ પિતા છે, આપમાં હતા ઇસુદાન ગઢવી મોટા ભાઈ હતાં?

જવાબ - વિજયભાઈ તેઓ મારા નાનાભાઈ છે. તેમાં કોઈ બેમત નથી, હું આપ પાર્ટીમાં જોડાયા તેના બે દિવસમાં તેમનો મેસેજ આપ્યો મારે પણ જોડાવું છે. 22 તારીખે તેઓ પણ આપ પાર્ટીમાં જોડાયા અને 27એ મહેશ સવાણી જોડાયા હતાં. ત્યારબાદ સૌ સાથે મળી કામ કરતા હતાં. પરંતુ ભાજપ પ્રેસર કરે છે. તમામ પ્રકારના પ્રલોભન અપનાવતા હોય છે. ત્યારબાદ તેમના સમાજના આગેવાનો મોકલી રાજનીતિ છોડવા દબાવ કરતા હોય છે. જો.કે અમારી લડાઈ સિસ્ટમ (Gujarat AAP Political Strategy) સામે છે, કોઈ પણ વ્યક્તિગત લડાઈ નથી, સી આર પાટીલ હાલ અધ્યક્ષ છે તેથી તેમને રજુઆત કરતા હોય છે. cr પણ મારા ભાઈ છે. તેમની સાથે પણ મારે કોઈ દુશ્મનાવટ નથી. મૃત્યુ બાદ ઈશ્વર તેમને પૂછશે કે આ શું કર્યું ત્યારે તેઓ શું જવાબ આપશે. ભલે તમારા મોટા નેતાઓ તમને કહેતા હશે પરંતુ તમારે તેમને સમજાવવા જોઈએ કે નીતિ સાચી નથી, વિનાશકાળે વિપત્તિ બુદ્ધિ જે કૌરવોને આવી ત્યારે તેઓ શ્રીકૃષ્ણ પાસે ગયા હતાં ત્યારે મહાભારતની રચના થઈ અને કૌરવોનો વિનાશ થયો હતો. હવે 2022માં ભાજપનો વિનાશ નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી

સવાલ - શૂટર મોકલી હત્યા કરાવી દો, શા માટે આવું નિવેદન આપવું પડ્યું?

જવાબ - મારી ઉપર દારૂનો આરોપ કરવામાં આવ્યો, જેના કરતા રસ્તામાં શૂટર મળે છે મને ગોળી મરાવી દો, ન બજેગા બાંસ ન બજેગી બાંસુર, હું રહીશ ત્યાં સુધી તો લડીશ જ. કારણકે ગુજરાતની જનતાની પીડા જોઈ શકાતી નથી. પેપર ફોડમાં અમારા ખુલાસાથી ભાજપ ડરી ગયું છે તે જાણે છે કે અમે એક દિવસ તળિયા સુધી પહોંચી જઈશું. પરંતુ એ વાત ફાઈનલ છે કે મરીશું ત્યાં સુધી લડીશું. ભાજપને એટલું જ હોય તો પાંચ પાંચ લાખમાં શૂટર મળે છે મને મરાવી નાખો, જો.કે ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે હિંમત ન હારતાં.

સવાલ - કમલમના ગેટમાં પ્રવેશ કરતા પહેલાં ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાને કહ્યું, ગેટ બહાર ઉભા રહીને જ વિરોધ કરવો જોઈએ અંદર પ્રવેશ ન કરવો જોઈએ?

જવાબ - આ પ્રકારે કોઈ વાત નથી, અમારી વચ્ચે કોઈ વિવાદ અથવા નારાજગી (Isudan Gadhvi Retort Gujarat AAP Clashing ) પણ નથી, માત્ર આ લડાઈ (Gujarat AAP Political Strategy ) સંઘર્ષની છે. સંઘર્ષ ન થઈ શકે તેઓ માત્ર આ રસ્તો છોડી દેતાં હોય છે. બાકી ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી એક જ છીએ અને રહેવાના પણ છીએ.

આ પણ વાંચોઃ Mahesh Savani Talk to ETV Bharat : શું ભાજપમાં જોડાશે મહેશ સવાણી ? જાણો તેઓએ શું કહ્યું

સવાલ - ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવામાં આવશે?

જવાબ - પાર્ટી છોડી જનારને કોઈ કાંઈ પણ (Isudan Gadhvi Retort Gujarat AAP Clashing ) કરી શકવાનું નથી, પાર્ટીમાં લડાઈ સચ્ચાઈ માટેની છે, તેના માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભાજપ તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમને ખબર નથી કૌરવો સાથે સેના મોટી હતી. અમારી સાથે સત્ય છે, અમારી સાથે શ્રીકૃષ્ણ છે, શ્રીકૃષ્ણની ગીતા છે, સત્યના રસ્તે ચાલી રહ્યા છે જેથી આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) આપ પાર્ટીનો વિજય થવાનો છે.

સવાલ - ઇસુદાન ગઢવીના સંપર્કમાં ભાજપ છે?

જવાબ - આ છીછોરી રાજનીતિ (Gujarat AAP Political Strategy ) છે, જે હું કરવા નથી માંગતો. આ પ્રકારની વાત હું નથી કરતો, અમે સંઘર્ષના રસ્તે આવ્યા છીએ અને તેના (Gujarat Assembly Elections 2022 ) જ રસ્તે જવાના છીએ.

સવાલ - ઇસુદાન ગઢવીને એવું ક્યાંક લાગે કે રાજકારણમાં આવી ભૂલ થઈ ગઈ?

જવાબ - 6 હજારથી વધુ સ્કૂલો બંધ કરી દીધી છે. હું પોગ્રામ થકી અવાજ ઉઠાવું પરંતુ તેના પ્રત્યાઘાત પડતા ન હતાં., ઈશ્વરે મને કંઈક મોટું કરવા મોકલ્યો છે. સંઘર્ષનો રસ્તો નક્કી કર્યા છે. ત્યારે હું આવી ગયો છું અને મારી આદત છે હું કોઈ પણ વસ્તુ વિચારીને કરું છું, જેમાં નિર્ણય કર્યા બાદ પાછળ ફરીને હું ક્યારે જોતો જ નથી, ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું મારે કોઈ પદ નથી જોઈતું કંઈ પણ નથી જોઈતું માત્ર તમારી સેવા કરવા આવ્યો છું, હાલ અમે તો સંઘર્ષ કરી જ રહ્યાં છે.

સવાલ - 2022માં શું રણનીતિ?

જવાબ - 182 સીટો પર આમ આદમી પાર્ટી લડવાની છે. બીજેપીના પણ ઘણા લોકોએ મને કહ્યું ઇસુદાનભાઈ અમે તમારી સાથે છીએ, અત્યાર સુધી અસત્ય સામે અસત્યની જ લડાઈ હતી, હવે અસત્ય સામે સત્યની લડાઈ છે, જેથી ગુજરાતની જનતાની હવે સરકાર (Gujarat Assembly Elections 2022 ) બનશે. આમ આદમી પાર્ટી માત્ર નામ જ છે બાકી સરકાર ગુજરાતની જનતાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.