ETV Bharat / city

Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી

author img

By

Published : Jan 18, 2022, 12:52 PM IST

Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી
Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી

ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી 2 નેતાઓના રાજીનામા પછી AAPને જોરદાર ફટકો પડ્યો (Crash in Gujarat AAP) છે. ત્યારે AAPના નેતા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ (Isudan Gadhvi on BJP) યોજી હતી. તેમણે 2 નેતાઓએ કેમ રાજીનામું આપ્યું તે મને ખબર નથી કહી કિનારો કરી નાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ હવે મને હેરાન કરવાના નવા નવા પ્રયાસ કરી (Trying to break AAP in Gujarat) રહી છે. તેવામાં હું ભાજપને સ્પષ્ટ કહ્યું છું કે, તમારામાં તાકાત હોય તો શૂટર શોધો અને મને મરાવી નાખો.

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા જ નવી નવી મેદાને આવેલી AAPને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે, ચૂંટણી પહેલા જ AAPના નેતા વિજય સુંવાળા ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે મહેશ સવાણીએ પણ AAPમાંથી રાજીનામું આપતા પાર્ટીને ઝટકો (Crash in Gujarat AAP) લાગ્યો છે. ત્યારે AAPના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું (Isudan Gadhvi on BJP) કે, ભાજપ અમારા નેતાઓને ફોડી રહી છે. એટલે કે, ભાજપ AAPથી ડરી ગઈ છે. ભાજપ સામ, દામ, દંડ, ભેદથી અમારી પાછળ પડી છે. ઈસુદાન ગઢવીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, અમારી પાર્ટીને તોડવા કરતાં પેપર કાંડ, ખેડૂતો, વિદ્યાર્થીઓના મુદ્દા પર ધ્યાન આપે તો સારું.

વિજય સુંવાળાએ AAPને ઠેંગો બતાવી ભાજપનો કેસરિયો ધારણ કર્યો
વિજય સુંવાળાએ AAPને ઠેંગો બતાવી ભાજપનો કેસરિયો ધારણ કર્યો

આ પણ વાંચો- Mahesh Savani Resigns From AAP: ભાજપમાં જોડાઈ શકે છે મહેશ સવાણી! AAPમાંથી રાજીનામા બાદ આપી હિંટ

AAP પાર્ટી જન આંદોલનની પાર્ટીઃ ઈસુદાન ગઢવી

AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું (Isudan Gadhvi on BJP) હતું કે, AAP પાર્ટી જન આંદોલનની પાર્ટી છે. અમે રાજનીતિ રાજનીતિ બદલવા આવ્યા છીએ. જોકે, કપરા સમયમાં જનતાનો સાથ જરૂરી છે. આ સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2022માં AAPની સરકાર બનશે. ઈસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે, જો રાજ્યમાં AAPની સરકાર હોત અને ત્યારે પેપર ફૂટ્યું હોત તો જેતે પ્રધાન 24 કલાકની અંદર ઘરભેગો હોત. અમે તેનું રાજીનામું લઈ લીધું હોત.

આ પણ વાંચો- AAPએ ભગવંત માનની સીએમ ઉમેદવાર તરીકે જાહેરાત કરી

અમે ભાજપની બી ટીમ નથીઃ ઈસુદાન ગઢવી

AAP નેતા ઈસુદાન ગઢવીએ આક્રોશમાં આવીને કહ્યું (Isudan Gadhvi on BJP) હતું કે, ભાજપમાં તાકાત હોય તો શૂટર શોધે અને મને મરાવી નાખે. કારણ કે, અમે તો જનતા માટે અવાજ ઊઠાવીશું (AAP raise voice for people) અને ઊઠાવતા રહીશું. જો અમે ભાજપની બી ટીમ હોત તો અમે જ્યારે કમલમમાં વિરોધ કરવા ગયા ત્યારે અમારી સામે ગુનો દાખલ ન થયો હોત. આ સાથે જ ઈસુદાન ગઢવીએ AAP પાર્ટીને ક્રાંતિકારીઓની પાર્ટી પણ ગણાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.