ગુજરાત

gujarat

Makar sankranti 2023: અંબાજીમાં ઉંધીયાના 15 ઉપરાંત સ્ટોલ લાગ્યા

By

Published : Jan 14, 2023, 7:43 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

અંબાજી: લોકો આજે ઉતરાયણના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે જલેબી, ફાફડા અને ઊંધિયું ખાવાની મોજ માણે છે પણ હાલના સમયની મોંઘવારીમાં વધેલાં શાકભાજીના ભાવોના પગલેં ઊંધિયું થોડુ કડવુ બન્યુ છે. મોડી રાત સુધી વેપારીઓ ઉંધીયામાં નખાતી શાકભાજી સમારીને વહેલી સવારે ઉંધીયુ બનાવી વેચાણ માટે મુકે છે. જો એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શિયાળામાં થતા શાકભાજી એકત્ર કરીને ઉંધીયુ બનાવતા હોય છે. અંબાજીમાં ઉંધીયુ 200 રૂપીયે કિલો વેચાણ થતુ હતું પરંતુ આ વખતે વેપારીઓની ખેંચતાણમાં ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. જે ઉંધીયુ 100થી 120 રૂપીયા કિલો વેચાયુ હતું. જો કે મોંઘવારીમાં આજના આ ભાવમાં ગ્રાહકોની માત્ર સેવા કરી હોવાનું જણાવ્યુ હતુ. એટલું જ નહી આજે અંબાજીમાં ઉંધીયાના 15 ઉપરાંત સ્ટોલ લાગ્યા હતા. જ્યા હજારો કીલો ઊંધિયું, જલેબી અને  ફાફડા વેચાયા હતા. જોકે આવખતે જલેબી ફાફડા સાથે પાતરાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા હતા. ગત વર્ષની સરખામણીએ આ વખતે વેપાર સારો રહ્યો હતો.

આ પણ વાંચોLive Undhiyu: સંક્રાંતિના દિવસે જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details