ETV Bharat / state

Live Undhiyu: સંક્રાંતિના દિવસે જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી

author img

By

Published : Jan 14, 2023, 3:05 PM IST

જૂનાગઢવાસીઓએ મકરસંક્રાંતિના દિવસે લાઈવ ઊંધિયાની લિજ્જત માની હતી. વર્ષે ઊંધિયાના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. ગત વર્ષે પણ જૂનાગઢમાં 200 રૂપિયા પ્રતિ કિલો ઊંધિયું વેચાતું હતું. જે આ વર્ષે પણ એ જ બજાર ભાવે વેચાતું મળી રહ્યું છે વર્તમાન સમયમાં તેલ સહિત તમામ ખાદ્ય ચીજોના બજાર ભાવ વધી ગયા છે.(people of Junagadh enjoyed live Undhiyu)

people of Junagadh enjoyed live Undhiyu
people of Junagadh enjoyed live Undhiyu

જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી

જૂનાગઢ: આજે મકરસંક્રાંતિનું (makar sankranti 2023) પાવન પર્વ છે ત્યારે દાન પુણ્યની સાથે આજના દિવસે ઊંધિયું અને પરોઠાની વયાફત માણવાની પણ પરંપરા પાછલા કેટલાક વર્ષોથી શરૂ થઈ છે. ત્યારે આજે જૂનાગઢની બજારમાં લાઈવ ઉંધીયુ ખરીદવા માટે લોકો લાઈનમાં જોવા મળતા હતા. આજના દિવસે જુનાગઢવાસીઓએ લાઈવ ઊંધિયાની જીયાફત માણીને સંક્રાંતિનો તહેવાર ધર્મદાન પુણ્યની સાથે સ્વાદનો ચટકો લગાવીને પણ કરે છે.(people of Junagadh enjoyed live Undhiyu)

ઊંધિયા માટે લોકોની લાગો લાઈનો
ઊંધિયા માટે લોકોની લાગો લાઈનો

જૂનાગઢવાસીઓએ સ્વાદનો લગાવ્યો ચટકો: આજે મકરસંક્રાંતિ નું પાવન પર્વ છે આજના દિવસે દાન પુણ્યની સાથે ચટાકેદાર ઊંધિયું અને પરોઠાની જયાફત પણ લોકો ઉઠાવી રહ્યા છે. આજના દિવસે લોકો દાન પુણ્ય તો કરે જ છે પરંતુ પાછળના કેટલાક વર્ષોની પરંપરા મુજબ આજના દિવસે પ્રત્યેક ઘરમાં ઉંધીયુ અને પરોઠાની મિજબાની લાગતી હોય છે. જેમાં સૌ કોઈ સામેલ થઈને સંક્રાંતિના દિવસે દાન પુણ્યની સાથે સ્વાદનો ચટકો લેતા જોવા મળતા હોય છે.

આ પણ વાંચો Makar sankranti 2023: બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જશે

આ વર્ષે બજારભાવોમાં નથી થયો કોઈ વધારો: આ વર્ષે ઊંધિયાના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. ગત વર્ષે પણ જૂનાગઢમાં 200 રૂપિયા પ્રતિ કિલો ઊંધિયું વેચાતું હતું. જે આ વર્ષે પણ એ જ બજાર ભાવે વેચાતું મળી રહ્યું છે વર્તમાન સમયમાં તેલ સહિત તમામ ખાદ્ય ચીજોના બજાર ભાવ વધી ગયા છે. પરંતુ ખાસ ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને વેપારીઓએ પણ ઊંધિયાના બજાર ભાવોમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી. જેને લઇને સ્વાદના રસિકો વધુ એક વર્ષે ઊંધિયાનો ચટકો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો Surya namaskar on makar sankranti: 100 યોગાર્થીઓએ 51 સૂર્ય નમસ્કાર વંદના કરી

પાછલા કેટલાક વર્ષથી ઊંધિયું ખાવાની પડી છે પરંપરા: પાછલા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે ઊંધિયું ખાવાની વિશેષ પરંપરા જોવા મળે છે. વર્ષો પૂર્વે સંક્રાંતિના દિવસે તલ ગોળ મગફળી દાળિયા અને કોપરા માંથી બનાવેલી ચિકકી ખાવાની પરંપરીક પ્રથા અમલમાં હતી. આ પ્રથા અત્યારે ભુલાઈ નથી પરંતુ હવે પ્રત્યેક ઘરમાં સંક્રાંતિના દિવસે ઊંધિયુ એક વિશેષ જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. જેને લઈને ખાસ મકરસંક્રાંતિના દિવસે પ્રત્યેક ઘરમાં ઊંધિયાની જયાફત માણતા લોકો પણ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.