ગુજરાત

gujarat

હરીધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા, મુખ્યપ્રધાને શ્રદ્ધાંજલી પાઠવી

By

Published : Jul 27, 2021, 10:19 AM IST

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ( hariprasad swami )નું સોમવારે મોડી રાત્રે 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામીજીની ધણા સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતનાઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

હરીધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા
હરીધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા

  • સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો
  • સ્વામીજીના નિધનને લઈ હરિભક્તોમાં શોક

વડોદરાઃ શહેર નજીક હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ( hariprasad swami )નું સોમવારે મોડી રાત્રે 88 વર્ષની વયે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામીજીની ધણા સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સોમવારે સાંજે તેમની તબીયત વધુ લથડતા તેમની સારવાર શરૂ કરાઈ હતી. અમીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીના નિધનને લઈ હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામીજીને શ્રદ્ધાંજલી પાઠવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી( hariprasad swami )ને શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યપ્રધાને દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

સ્વામીજીના આત્માની પરમ શાંતિ માટે મુખ્યપ્રધાને કરી પ્રાર્થના

મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામીજીના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે.

કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ શ્રદ્ધાંજલી પાઠવી

ગુજરાત કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે, અનુપમ આત્મીયતા, અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ અને યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી ( hariprasad swami ) મહારાજ બ્રહ્મલીન થયા છે તે જાણી ખુબ જ વ્યથિત છું. તેઓશ્રીની દિગવંત આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને સૌ ભક્તજનોને બળ અને ધૈર્ય અર્પે એવી પ્રભુચરણે- ગુરૂહરિચરણે અંતરથી પ્રાર્થના. તેઓની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે.

આ પણ વાંચોઃ Guru Purnima: કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ઉજવણી

સાંસદ રંજનબેન ભટ્ટે સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવી

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ ટ્વિટ કરીને કહ્યુ કે, દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજની શિષ્ય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુઃખી છું. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ તેમની પાસે પ્રાર્થના.

ABOUT THE AUTHOR

...view details