ETV Bharat / state

Guru Purnima: કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ઉજવણી

author img

By

Published : Jul 24, 2021, 7:49 PM IST

કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી
કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

વલસાડ જિલ્લાના પારડી નજીકથી પસાર થતી પાર નદીના રમણીય કિનારે 2009માં સ્થાપિત કરવામાં આવેલા સીતારામ આશ્રમ(sitaram ashram)માં અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અહીં ભગવાન રામ સીતાનું મંદિર આવેલું છે. અહીં રોજ આવનારા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અહી ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ના દિવસે અને સામાન્ય દિવસોમાં પણ સેંકડોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે, ત્યારે આ વર્ષે કોરોના(corona)ના કારણે ઓછી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા.

  • અતુલ પાર નદીના રમણીય કિનારે સીતારામ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઇ
  • પાર નદીના કિનારે 2009માં સ્થાપિત કરવામાં આવેલો સીતારામ આશ્રમ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે
  • શ્રી સ્વામી સમર્થ રામદાસજી મહારાજના નેતૃત્વમાં સ્થાપિત કરવામાં આવેલા આશ્રમમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
  • હાઈવેની નજીક આશ્રમ હોવાના કારણે આવતા જતા સંતો, મહંતો આશ્રમમાં રોકાણ કરવા માટે આવતા હોય છે

વલસાડ: પારડી નજીકથી પસાર થતી પાર નદીના કિનારે 2009માં સ્થાપિત કરવામાં આવેલા સીતારામ આશ્રમ(sitaram ashram)માં અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા આવતા દરેક હિન્દુ તહેવારો વિધિવત રીતે ઉજવવામાં આવે છે.

રામ દરબારની વિધિવત પૂજા કરવામાં આવે છે

અહીં ભગવાન રામ સીતાનું મંદિર આવેલું છે, જ્યાં રામ દરબારની વિધિવત પૂજા કરવામાં આવે છે. બાજુમાં ગૌશાળા તેમજ રમણીય વાતાવરણમાં અહીં આવનારા સાધુ-સંતો અને તમામ લોકો માટે દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આજે પણ ગુરુ પૂર્ણિમા(Guru Purnima)નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના(corona)ની મહામારીમાં દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચો- ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે

સને 2009માં પાર નદીના કિનારે આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી

2009ના વર્ષમાં નદીના રમણીય કિનારા પર સીતારામ આશ્રમ(sitaram ashram)ની સ્થાપના શ્રી સમર્થ રામદાસજી મહારાજના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આશ્રમમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, સાથે જ અહીં સદાવ્રત પણ ચાલી રહ્યું છે. અહીંથી આવતા જતા સંતો, મહંતો માટે તેમજ અહીં રોકાણ માટે આવનારા વટેમાર્ગુઓ માટે પણ કાયમ માટે રસોઈની ધોની અહીં ધમધમે છે. દર પૂર્ણિમાના દિવસે અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભકતો લાભ લે છે.

કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી
કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

ગૌશાળામાં ગીર ગાયની સેવા કરવામાં આવે છે

હાલમાં સીતારામનું મંદિર હોવાને લઈને આ આશ્રમ સીતારામ આશ્રમ(sitaram ashram)થી જાણીતો છે. ભવિષ્યમાં અહીં રામજી મંદિરના ભવ્ય નિર્માણનું આયોજન કરવામાં આવશે. જેને લઇને આ વિસ્તારમાં અનેક ધાર્મિક, સામાજિક કામગીરીઓ કરવામાં આવી રહી છે. મંદિરના આશ્રમની સાથે-સાથે અહીં ગૌ શાળાનું પણ આયોજન કરાયું છે, જેમાં અનેક ગીર ગાયોની સેવા કરવામાં આવે છે.

કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી
કોરોનાના કારણે સીતારામ આશ્રમમાં સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ

કોરોના(corona)ની મહામારીમાં અનેક લોકોના ભોગ લેવાયા છે, ત્યારે આજે ગુરુ પૂર્ણિમા(Guru Purnima) નિમિત્તે કોરોનાની ગાઈડલાઈન અનુસાર વધુ પ્રમાણમાં લોકોને એકત્રિત ન કરતા માત્ર ગણતરીના લોકો સાથે ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ની ઉજવણી સીતારામ આશ્રમ(sitaram ashram)માં કરવામાં આવી હતી. જેમાં માત્ર ગણતરીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી આરતી, પૂજા, ભજન, કીર્તન તેમજ બપોરે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીતારામ આશ્રમે સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી
સીતારામ આશ્રમે સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

સામાન્ય દિવસમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે

મહત્વની બાબત છે કે, કોરોનાકાળમાં સીતીરામ આશ્રમમાં(sitaram ashram) આવનારા ભાવિક ભક્તોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સામાન્ય દિવસો દરમિયાન સેંકડોની સંખ્યામાં અહીં ભાવિક ભકતો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા.

સીતારામ આશ્રમે સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી
સીતારામ આશ્રમે સાદગી પૂર્ણ રીતે થઇ ગુરુ પૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચો- સુરતના વરાછા ખાતે ગુરુ પૂર્ણિમા નિમિતે 1 લાખ 11 હજાર લાડુની પ્રસાદી તૈયાર કરાઈ

રોજ આવનારા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરાય છે

આમ, આજે ગુરુ પૂર્ણિમા(Guru Purnima)ની સીતારામ આશ્રમ (sitaram ashram)ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે, સીતારામ આશ્રમ ખાતે દરરોજ આવનારા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.