ગુજરાત

gujarat

Hardik Patel Letter To Naresh Patel: હાર્દિકે કહ્યું નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા માટે પત્ર લખ્યો છે, લવ લેટર નહીં

By

Published : Mar 8, 2022, 7:50 PM IST

હાર્દિક પટેલે પાટીદાર અગ્રણી નરેશ પટેલને લખેલા પત્ર (Hardik Patel Letter To Naresh Patel)ને લઇને કહ્યું કે તેમણે કોઇ લવ લેટર નથી લખ્યો. રાજનીતિમાં જોડાવવા માટે પત્ર લખ્યો છે. હાર્દિકે જણાવ્યું કે સારા માણસો રાજકારણમાં આવે એ જરૂરી છે. હું નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવા માટે અપીલ કરું છું.

Hardik Patel Letter To Naresh Patel: હાર્દિકે કહ્યું- નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા માટે પત્ર લખ્યો છે, લવ લેટર નહીં
Hardik Patel Letter To Naresh Patel: હાર્દિકે કહ્યું- નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા માટે પત્ર લખ્યો છે, લવ લેટર નહીં

સુરત: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખુલ્લો પત્ર (Hardik Patel Letter To Naresh Patel) લખીને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને રાજકારણ (Gujarat Politics 2022)માં જોડાવા અપીલ કરી છે. તેઓએ પત્રના માધ્યમથી જણાવ્યું છે કે, પાટીદાર સમાજ (Patidar Community Gujarat)ને અનુભવી નેતૃત્વની જરૂર છે. તેઓએ સાથે જણાવ્યું છે કે, રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે તેઓ શ્રીગણેશ કરે. પત્રને લઇને વિવાદ અંગે હાર્દિક પટેલે એ પણ જણાવ્યું છે કે, તેમણે કોઈ લવ લેટર નથી લખ્યો.

હાર્દિકે કહ્યું - સારા માણસો રાજકારણમાં આવે એ જરૂરી છે.

નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવા માટે હાર્દિકની અપીલ

પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેનનરેશ પટેલ(naresh patel khodaldham) રાજકારણમાં આવે એ માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખૂલ્લો પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે આ અંગે સુરત ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષનું શાસન રહ્યું છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી (Farming In Gujarat) અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, ખેડૂતોની માંગણીઓ (Gujarat Farmers Problems) પણ સંતોષવામાં આવતી નથી. હું નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવા માટે અપીલ કરું છું. તેઓ કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈમાં શ્રી ગણેશ કરે.

આ પણ વાંચો:Hardik letter to Naresh Patel: હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને

મેં પત્ર નિસ્વાર્થ ભાવે લખ્યો છે - હાર્દિક

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાવવાની વાતો ચાલી રહી હતી. સારા માણસો રાજકારણમાં આવે એ જરૂરી છે. નરેશભાઈ સમાજના આગેવાન (Patidar Leaders Gujarat) છે. નરેશ ભાઈએ રાજકારણમાં આવી શ્રી ગણેશ કરવા જોઈએ. નરેશભાઈએ સમાજનો અવાજ ઉઠાવ્યો છે. નરેશ ભાઈના નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળશે તો કામ કરવા તૈયાર છું.

આ પણ વાંચો:Rajkot Police Bribery: રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર હાર્દિક પટેલે પોલીસ કમિશનર પર કર્યા ગંભીર આક્ષેપ

રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે - નરેશ પટેલ

હાર્દિક પટેલે કહ્યું કે, લોકો એવું પણ કહે છે કે નરેશ ભાઈ આવે તો હાર્દિકને નહીં ગમે એ વાત ખોટી છે. નરેશ ભાઈ રાજકારણમાં જોડાશે તો સૌને આનંદ થશે. આજનો મારો પત્ર નિસ્વાર્થ ભાવે લખ્યો છે. એવી ચિંતા ન કરવી જોઈએ કે કોણ શું વિચારશે. બીજી બાજુ ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહીં બને એ વાત નરેશ પટેલે કહી છે. તેમણે સાથે એ પણ જણાવ્યું છે કે, હાર્દિક પટેલના પત્રની જાણ તેઓને હજી સુધી નથી. રાજકારણમાં જોડાવવું તે મારો અંગત નિર્ણય હશે.

ABOUT THE AUTHOR

...view details