ETV Bharat / state

'આપ'નેતા યુવરાજસિંહે ખોડલધામના પ્રમુખ સાથે કરી મુલાકાત

author img

By

Published : Jan 28, 2022, 10:09 AM IST

રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. યુવરાજસિંહ જાડેજા હજુ પણ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે, પરંતુ જાડેજાની નરેશ પટેલની મુલાકાતને (AAP Leader Visited Khodaldham President) લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

AAP Leader Met Khodaldham President : આપના યુવરાજસિંહએ ખોડલધામ પ્રમુખ સાથે કરી મુલાકાત
AAP Leader Met Khodaldham President : આપના યુવરાજસિંહએ ખોડલધામ પ્રમુખ સાથે કરી મુલાકાત

રાજકોટ: તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના સમગ્ર કૌભાંડ (Head Clerk Paper Scam) બહાર આવ્યું હતું. પેપર ફૂટ્યાની માહિતી લાવનાર આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજાએ રાજકોટ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત (AAP Leader Met Khodaldham President ) કરી હતી. આ મુલાકાત લઈને રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે.

આપના યુવરાજસિંહએ ખોડલધામ પ્રમુખ સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ ખોડલધામ મંદિરમાં ભાજપના નેતાઓએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

વિદ્યાર્થીઓના હિત માટે કરી મુલાકાત

આ મુલાકાત બાદ યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ UGVCLની ભરતીમાં કૌભાંડ (UGVCL Recruitment Scam) થયું છે. આ મામલે અમે પુરાવા સાથે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જ્યારે નરેશ પટેલને પણ આ અંગેની રજૂઆત સરકારને કરે તેવી વિનંતી સાથે મેં તેમની સાથે મુલાકાત (Yuvraj Singh Met Naresh Patel) કરી છે. જ્યારે હજુ પણ હું સૌરાષ્ટ્રના વિવિધ સમાજના આગેવાનો સાથે આ મામલે મુલાકાત કરવાનો છું. તેમજ સરકારી ભરતીઓમાં જે કોભાંડ થઈ રહ્યા છે. તે મામલે સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરીને આ મામલે યોગ્ય તપાસ થાય તેવી અપીલ પણ કરવાનો છું.

મુલાકાતમાં કોઈ રાજકીય ચર્ચા નહિ

યુવરાજ સિંહ વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામ પ્રમુખ સાથે માત્ર વિદ્યાર્થીઓના હિત માટેની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે કોઈ પણ રાજકીય ચર્ચા કરી નથી. નરેશ પટેલના રાજકારણમાં આવવાની વાતને લઈને યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેઓ એક સારું નેતૃત્વ ધરાવે છે અને રાજકારણમાં આવે તે તેમનો અંગત વિષય છે. ખોડલધામ સંસ્થા અને વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પણ સરકારી ભરતીઓના ક્લાસીસ ચલાવવામાં આવે છે. ત્યારે આ તમામ સમાજના આગેવાનો મને સાથ મળે તે માટે હું મુલાકાત કરી રહ્યો છું.

આ પણ વાંચોઃ ખોડલધામમાં મળેલ ગુજરાતભરના પાટીદાર આગેવાનોની બેઠકથી રાજકીય ગરમાવો શરૂ થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.