ETV Bharat / city

Hardik Patel warns the Government: પાટીદાર યુવાનો સામેના કેસ પાછા લો, નહીં તો આંદોલન માટે તૈયાર રહો

author img

By

Published : Feb 21, 2022, 3:13 PM IST

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાટીદાર યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા સરકારને ચેતવણી (Hardik Patel warns the Government) આપી છે. હાર્દિકે 23 માર્ચ સુધીમાં કેસ પરત નહીં ખેંચાય (Demand for withdrawal of case against Patidar youth) તો ફરી રાજ્યવ્યાપી આંદોલન (Hardik Patel on Movement) કરવા ચીમકી આપી છે.

Hardik Patel warns the Government: પાટીદાર યુવાનો સામેના કેસ પાછા લો, નહીં તો આંદોલન માટે તૈયાર રહો
Hardik Patel warns the Government: પાટીદાર યુવાનો સામેના કેસ પાછા લો, નહીં તો આંદોલન માટે તૈયાર રહો

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા હાર્દિક પટેલે ગુજરાત સરકારને ચેતવણી (Hardik Patel warns the Government) આપી છે. આગામી 23 માર્ચ સુધીમાં જો કેસો પરત ખેંચવામાં નહીં (Demand for withdrawal of case against Patidar youth) આવે તો ફરીથી રાજ્યવ્યાપી આંદોલન કરવાનું (Hardik Patel on Movement) નક્કી કર્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે સરકારને 23 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

23 માર્ચ સુધીનું સરકારને અલ્ટિમેટમ

23 માર્ચ સુધીનું સરકારને અલ્ટિમેટમ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) અણસાર મળતાં જ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આજકાલ ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને કેસરીઓ કરવા તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સરકારને 23 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે જેમાં આંદોલન સમયના કેસ પાછા ખેંચવાની (Demand for withdrawal of case against Patidar youth) માગ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, મને યાદ છે કે એક કેસમાં 20થી 25 લોકો હોય છે. એટલે હજી રાજ્યના 4થી 5,000 પાટીદાર યુવાનો પર કેસ યથાવત્ રહેલા છે. કોર્ટમાં તારીખો પોલીસ સ્ટેશનના ધક્કા જેવી અનેક પરિસ્થિતિઓમાંથી નીકળવું પડે છે.

સરકારે વિનંતી અથવા ચેતવણી જે સમજવું હોયઃ હાર્દિક પટેલ

ગુજરાતમાં પાટીદાર આંદોલન (Gujarat Patidar Movement) સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે થઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિ બનાવી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગી રહ્યો છું. સરકારને વિનંતિ છે કે, ચેતવણી જે સમજવું હોય તે સમજી શકે છે, પરંતુ આજે નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ વાત કહેવા માગી રહ્યો છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહતું. તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. ત્યારે માર્ચ 2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું. કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે સતત વાતચીત કરવામાં આવી રહી હતી. આનંદીબેન પટેલે 140 કેસો પરત ખેંચ્યા પણ હતા, પરંતુ ત્યારબાદ હજી સુધી અન્ય કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. આને લઇને આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાનું સમાજ દ્વારા નક્કી (Hardik Patel on Movement) કરવામાં આવ્યું છે.

સરકાર પાટીદાર સમાજને માત્ર ગુમરાહ કરી રહ્યું છેઃ પટેલ

તેમણે જણાવ્યું કે, મને યાદ છે કે જ્યારે વિજયભાઈને હટાવ્યા ત્યારે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ખોડલધામના નરેશ પટેલની આગેવાની હેઠળ પાસ કાર્યકરો સહિત અને અગ્રણી સંગઠનની હાજરીમાં મુખ્ય પ્રધાનને મળીને કેસ પાછા ખેંચવા મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે એકાદ મહિનામાં કેસ પાછા ખેંચવા વિષય નિર્ણય લેશે તેવું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, પરંતુ તેના 10 દિવસ પછી સી. આર. પાટીલને મળ્યા બાદ પાટીદાર કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને સતત ભ્રમિત અને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યું છે.

સરકાર અમને મૂર્ખ બનાવી રહી છેઃ હાર્દિક પટેલ

તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર MLA અને MP એમ મુખ્યપ્રધાને પાટીદાર પર થયેલા કેસ પાછા ખેંચવા માટે પણ સતત રજૂઆત કરી હતી, પરંતુ રાજ્યની ભાજપ સરકાર માત્ર પાટીદાર સમાજને વાયદાઓ કરે છે તેમ છતાં નિર્ણય લેવાતો નથી સરકાર અને મૂર્ખ બનાવી રહી છે. હાર્દિક પટેલે કહ્યું કે, મારા પર થયેલા કેસને છોડી બાકીના કેસો પાછા ખેંચો હું આજે સરકારને વિનંતી કરી રહ્યો છું કે, કેસો પાછા ખેંચો અને જો કેસો પાછા નહિ ખેંચાઈ તો આગામી 23 માર્ચથી ફરીથી આંદોલન (Hardik Patel on Movement) કરીશું. ગુલાબના ફૂલથી લઈને ધરણા સુધીના અલગ અલગ કાર્યક્રમો કરીશું.

આ પણ વાંચો- Uttar Pradesh Assembly Election 2022: હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો, ચૂંટણી આવતાં જ ED અને CBIના દરોડા થવા લાગે

આંદોલન થકી અનેક યુવાનોને લાભ થયા છે

હાર્દિક પટેલે કહ્યું કે, આ આંદોલન શરૂ થયું ત્યારે સવાલ હતો કે, આંદોલન સફળ થશે કે કેમ? આ આંદોલનમાં અસંખ્ય કેસ થયા હતા. અમારા આંદોલનને કારણે અનેક વિદ્યાર્થીઓને ફાયદો થયો છે, જેમાં રાજ્યના 50,000 યુવાનોએ 10 ટકા અનામત અને બિનઅનામત આયોગના લાભ લીધા છે, ગુજરાતના તમામ સમાજની આંદોલનનો લાભ મળ્યો છે. ત્યારે વહેલી તકે આ કેસ પરત (Demand for withdrawal of case against Patidar youth) ખેંચવામાં આવે તેવી અમારી માગ છે.

સીધી આંગળીથી ઘી નહીં નીકળે તો જોઈ લઈશુંઃ હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ઉમેર્યું કે, સરકારને સીધી આંગળીએ ઘી નીકાળતા તકલીફ લાગે છે. જો એમ નહીં થાય તો 23 માર્ચથી રાજ્યવ્યાપી આંદોલન (Hardik Patel on Movement) કરીશું. રાજ્યના તમામ પાટીદાર ધારાસભ્યો અને સંશોધનને ગુલાબનું ફૂલ આપી કેસ પરત ખેંચવાના આંદોલનમાં જોડાવા (Demand for withdrawal of case against Patidar youth) અપીલ કરીશું. 1લી માર્ચથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જ્યારે 7 માર્ચે શહીદ પરિવારોને સાથે રાખી સંવાદ કાર્યક્રમ (Martyrs Families Dialogue Program) કરવામાં આવશે.

આ પણ વાંચો- Congress Janchetna Sammelan: હાર્દિક પટેલે ભાજપને અભણ, ગુંડા અને લુખ્ખાઓની પાર્ટી ગણાવી

અનેક આંદોલનમાં સરકારે કેસ પાછા લીધા છેઃ હાર્દિક

23 માર્ચથી જે આંદોલન 2017 પહેલા 2015માં થયું હતું તેવું આંદોલન (Hardik Patel warns the Government) થશે. ગુજરાતમાં કરણી સેના દ્વારા જે આંદોલનો થયા હતા. તેના કેસ પરત લેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ગુર્જર આંદોલનના કેસ પરત ખેંચ્યા છે. પંજાબ સરકારે પણ આંદોલનકારી પરના કેસો પરત ખેંચ્યા છે તો પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા જોઈએ જેથી સી આર પાટીલ અને પ્રધાન ભૂપેન્દ્ર પટેલને કેસ પરત લેવા વિનંતી કરી રહ્યો છું. પોલીસ કેસના કારણે અનેક પાટીદાર યુવાનોને નોકરી નથી મળતી. અનેક પાટીદાર યુવાનોને વિદેશ જઇ શકતા નથી. સી. આર. પાટીલના ઈશારે સાંસદ સભ્ય છતાં કેસ પરત લેવાતા નથી. તેવો આરોપ મૂકીને ખળભળાટ મચાવ્યો હતો.

ઊંઝા ઉમિયા ધામના પ્રમુખે પણ રાજીનામું આપી આંદોલનમાં જોડાવું જોઈએ

હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓ પર ઈશારો કરતા આડકતરી રીતે જણાવ્યું કે, મંદિર માટે જમીન આપી કે ફાઈલ પાસ કરાવી સમજાવી દેશે. એમ હવે નહીં થાય જરૂર પડશે તો કોંગ્રેસના કાર્યકારી તરીકે રાજીનામું આપી ફરીથી આંદોલનમાં જોડાઈ માત્ર પાટીદાર સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ ભાજપના ધારાસભ્ય છે. તેમને વિનંતી કે, તેઓ સરકારને રજૂઆત કરે અને જો તેમની રજૂઆત સરકાર ન સાંભળતી હોય તો તેમને પણ રાજીનામું આપી દેવું જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.