ગુજરાત

gujarat

Complaint in Suggestion Box : આનો ઉપયોગ સુરતીઓને ફળ્યો, જૂઓ કેટલા બાઇક પકડાયાં

By

Published : May 4, 2022, 7:11 PM IST

સુરતમાં બાઈક સ્ટંટરો (bike stunters in Surat ) સામે સુરત પોલીસે કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીની બહાર મુકેલા સજેશન બોક્સમાં મળેલી ફરિયાદ (Complaint in Suggestion Box) બાદ ઉમરા પોલીસે 11 બાઈકરો વિરુદ્ધ કાર્યવાહી કરી બાઇકો જપ્ત કરી છે.

Complaint in Suggestion Box : આનો ઉપયોગ સુરતીઓને ફળ્યો, જૂઓ કેટલા બાઇક પકડાયાં
Complaint in Suggestion Box : આનો ઉપયોગ સુરતીઓને ફળ્યો, જૂઓ કેટલા બાઇક પકડાયાં

સુરત : શહેરના પોશ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક અને વધુ અવાજ કરતાં સાયલેન્સર સાથે બાઈક સ્ટંટ કરનાર લોકો (bike stunters in Surat ) સામે સુરત પોલીસે કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીની બહાર મુકેલા સજેશન બોક્સમાં કરાયેલી આ ફરિયાદ (Complaint in Suggestion Box)બાદ ઉમરા પોલીસે 11 બાઈકરો વિરુદ્ધ કાર્યવાહી કરી (Surat Umra Police Action) બાઇકો જપ્ત કરી છે.

ઉમરા પોલીસે 11 બાઈકરો વિરુદ્ધ કાર્યવાહી કરી બાઇકો જપ્ત કરી છે.

આ બે વિસ્તારમાં મોટો ત્રાસ - સુરતના સિટીલાઈટ અને વેસુ વિસ્તારમાં મોડીરાત્રે બાઇક લઇને સ્ટંટ કરનાર (bike stunters in Surat ) લોકોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી (Crime News in Surat) ઉઠયા છે. અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. બાઇક સ્ટન્ટ અને જોખમકારક ડ્રાઇવિંગથી ત્રસ્ત થયેલા એક જાગૃત નાગરિકે પોલીસ દ્વારા યુનિવર્સિટી રોડ પર મુકવામાં આવેલા સજેશન બોક્સમાં (Complaint in Suggestion Box)આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ એકશનમાં આવી અને વેસુ વિસ્તારમાં ધુમ બાઇક ચલાવી સ્ટંટ કરનાર બાઈક ચાલકો સામે કાર્યવાહી કરી છે અને 11 બાઈક જપ્ત (Surat Umra Police Action) પણ કરી લીધી છે.

આ પણ વાંચોઃ Crime Rate in Surat : હવે તમે પણ ગુનો અટકાવી શકશો.! સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયોગ

રેસ કરવા યુવાનો નીકળતા હોય છે-આ અંગે સુરતના ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, સજેશન બોક્સમાં (Complaint in Suggestion Box) મળેલી ફરિયાદ બાદ આ એક્શન લેવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં આવી રીતે જો કોઈપણ બાઈક સ્ટંટકરશે અને લોકોને હેરાનગતિ (bike stunters in Surat ) થશે તો અમે આવી રીતે કાર્યવાહી (Surat Umra Police Action) કરીશું. અત્યારે 11 જેટલા બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વી.આર મોલ રોડ ઉપર સ્પોર્ટ્સ બાઈકનો ત્રાસ હતો. જેમાં ભયંકર અવાજ કરતાં સાઇલેન્સરવાળી સ્પોર્ટ્સ બાઈક લઈને રેસ કરવા યુવાનો નીકળતા હોય તે રીતે બાઈક ચલાવી રહીશો માટે પરેશાની ઉભી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો મળી છે.

આ પણ વાંચોઃ Horse riding stunt in Rajkot BRTS : રાજકોટ BRTS ટ્રેકમાં ઘોડેસવારોના સ્ટંટ, પોલીસે 4ને ઝડપી લીધાં

ગુપ્ત રીતે પોતાની સમસ્યા જણાવવા ઉપયોગી સજેશન બોક્સ - અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરા પોલીસ સ્ટેશન (Surat Umra Police Action) વિસ્તારમાં ચાર સ્થળે પોલીસે સજેશન બોક્સ (Complaint in Suggestion Box)મૂક્યા છે. તેની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે પોલીસને રૂબરૂ નહીં મળવા માગતા લોકો ગુપ્ત રીતે પોતાની સમસ્યા આ સજેશન બોક્સ થકી વર્ણવી શકે.

ABOUT THE AUTHOR

...view details