ETV Bharat / city

Crime Rate in Surat : હવે તમે પણ ગુનો અટકાવી શકશો.! સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયોગ

author img

By

Published : Apr 6, 2022, 4:27 PM IST

સુરતમાં ગુનાખોરી અટકાવવા (Crime Rate in Surat) માટે સુરત પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લોકો પોતોની ઓળખ છુપાવીને હવે ગુનાખોરીને ડામ આપી શકે છે. તમારા આસપાસમાં ગુનાખોરી (Crime Case in Surat) ઘટના બનતી હોય તો શું કરવું જાણો...

Crime Rate in Surat : હવે તમે પણ ગુનો અટકાવી શકશો.! સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયોગ
Crime Rate in Surat : હવે તમે પણ ગુનો અટકાવી શકશો.! સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયોગ

સુરત : સુરત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ (Surat Police New Experiment) શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. જેમાં લોકો પોતાની સમસ્યા અથવા જ્યાં પણ ગુનાખોરી થતી હોય તેની માહિતી આપી શકશે. જે તે વિસ્તારના પોલીસ દ્વારા સમયાંતરે આ સજેશન બોક્સને ખોલીને લોકોને નડી રહેલા એ તમામ પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે.

ક્રાઈમ રેટ પર કાબૂ મેળવવાના પ્રયત્નો - શહેરમાં વધતા ગુનાખોરીના ગ્રાફને (Crime Case in Surat) ડામવા આપવા સુરત પોલીસ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો સાથે એક ફ્રેન્ડલી અભિગમ અપનાવીને શહેર પોલીસ ક્રાઈમ રેટ પર કાબૂ મેળવવાના પ્રયત્નોમાં છે. આ પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો (Crime Rate in Surat) કરવામાં આવ્યા છે. ત્યારે હવે બીજો એક નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અને એ છે કે, લોકોનો અભિપ્રાય મેળવવા સજેશન બોક્ષ. જી હાં, શહેર પોલીસ દ્વારા શહેરના જાહેર બાગ બગીચા અને અન્ય કેટલાક સ્થળો પર આ પ્રમાણે સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુરતમાં પૂર્વ ધારાસભ્યનું સરાહનીય કામ, બાળકને ઓપરેશન માટે 4 લાખની રકમ ભેગી કરી આપી

ચિઠ્ઠી દ્વારા ફરિયાદ - આ સજેશન બોક્ષ મુકવા પાછળનો ઉદ્દેશ્ય પણ એટલો છે કે, લોકો પાસે અભિપ્રાય લઈ શકાય. લોકો પોતાની ઓળખ છૂપી રાખીને એવી કોઈ પણ પ્રવૃત્તિ જેમાં ગુનાખોરી સામેલ હોય, જે લોકોના ધ્યાનમાં આવી હોય પણ હજી સુધી પોલીસની નજરથી દૂર હોય, અથવા સુરત પોલીસની કામગીરીમાં કોઈપણ પ્રકારના સુધારાની જરૂર હોય તે તમામ જાણકારી આ સજેશન બોક્સમાં (Experiment to Prevent Crime in Surat) એક ચિઠ્ઠી દ્વારા આપી શકે છે. જે તે વિસ્તારના પોલીસ દ્વારા સમયાંતરે આ સજેશન બોક્સને ખોલીને લોકોને નડી રહેલા એ તમામ પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવશે. અને આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat Crime Branch DCP Rupal Sonlanki : પ્રથમવાર સુરત ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી મહિલા અધિકારી પાસે, શિશુસંભાળ સાથે ક્રાઇમ રેટ કરશે કાબૂ

શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા એક નાનો પ્રયત્ન - આમ, શહેર પોલીસ દ્વારા શહેરના ખૂણે ખૂણે CCTV કેમેરા તો લગાવવામાં આવ્યા જ છે. જેના થકી આરોપીઓને ઝબ્બે કરી શકાય, પણ તેની સાથે સાથે આ સજેશન બોક્સ પણ (Suggestion Box in Surat) શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા એક નાનો પ્રયત્ન તરીકે કામ લાગશે. એવું સુરત પોલીસનું માનવું છે. હાલ આ પ્રયોગ અમુક વિસ્તારોમાં જ લાગુ કરવામાં આવ્યો છે. પણ બાદમાં તેને શહેરભરમાં (Surat Police) આવરી લેવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.