ETV Bharat / city

Horse riding stunt in Rajkot BRTS : રાજકોટ BRTS ટ્રેકમાં ઘોડેસવારોના સ્ટંટ, પોલીસે 4ને ઝડપી લીધાં

author img

By

Published : Apr 14, 2022, 6:26 PM IST

જનમાર્ગ ક્યારેક સામાન્યજનની એકાંતિક ઇચ્છાઓના ઘોડા સાથે જોવા મળે તો સ્વાભાવિક જ સૌનું ધ્યાન ખેંચાય. જોકે રાજકોટના જનમાર્ગ- બીઆરટીએસ ટ્રેકની (Horse riding stunt in Rajkot BRTS )અંદર 6 ઘોડેસવારોની સવારીએ સોશિયલ મીડિયામાં (Viral video of Rajkot) તરખાટ મચાવ્યો હતો. સાથે રાજકોટ પોલીસની કાર્યવાહી પણ સામે આવી છે.

Horse riding stunt in Rajkot BRTS : રાજકોટ BRTS ટ્રેકમાં ઘોડેસવારોના સ્ટંટ, પોલીસે 4ને ઝડપી લીધાં
Horse riding stunt in Rajkot BRTS : રાજકોટ BRTS ટ્રેકમાં ઘોડેસવારોના સ્ટંટ, પોલીસે 4ને ઝડપી લીધાં

ગાંધીનગર : રાજકોટના બીઆરટીએસ ટ્રેકની અંદર દોડી રહેલા ઘોડાનો વાઇરલ વિડીયો (Horse riding stunt in Rajkot BRTS ) સામે આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યા ચોકથી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પરના વિડીયોને (Viral video of Rajkot)લઇને ભારે ચર્ચા જાગી હતી. જેમ કે આપ જાણો છો તેમ અમદાવાદ રાજકોટ અને સુરતમાં સામાન્ય લોકોના પરિવહન માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા બીઆરટીએસ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે જેમાં બીઆરટીએસ બસ સિવાય કોઈપણ વાહનોને અંદર પરવાનગી આપવામાં આવતી નથી.

રાજકોટ પોલીસે વિડીયોમાં ઘોડેસવારી સ્ટંટ કરતાં છ પૈકી ચાર ઘોડેસવારોને ઝડપી લીધાં છે

ગાંધીગ્રામ પોલીસે કરી દંડનીય કાર્યવાહી - સોશિયલ મીડિયામાં રાજકોટના બીઆરટીએસ ટ્રેકની અંદર 6 ઘોડેસવારોએ મોડી રાત્રે સ્ટંટ (Horse riding stunt in Rajkot BRTS )કરતા વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ ઘોડેસવારો બીઆરટીએસ ટ્રેકમાં ઘોડા ને લઈને અંદર પ્રવેશ (Horsemen stunt in Rajkot BRTS track ) કર્યો હતો. ત્યારબાદ ખુલ્લા રસ્તામાં ઘોડા ઉપર ઊભા થઇને સ્ટંટ પણ કર્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. ત્યારે રાજકોટ પોલીસે પણ તેની નોંધ લેતાં કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ (Viral video of Rajkot)થતાં રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ટૂંકાગાળામાં 4 ઘોડેસવારને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી (Gandhigram police nab 4) કરી હતી. આમ રાજકોટ પોલીસે વિડીયોમાં ઘોડેસવારી સ્ટંટ કરતાં છ પૈકી ચાર ઘોડેસવારોને ઝડપી લીધાં છે.

આ પણ વાંચોઃ પોરબંદરના સમુદ્રમાં અનોખી કરતબો કરતી ડોલ્ફિન્સનો વીડિયો વાઇરલ, જૂઓ અદભુત નજારો

પોલીસે તપાસ કરી ઝડપી લીધાં -પોલીસે વિડીયોમાં દેખાનાર (Horse riding stunt in Rajkot BRTS )યુવકોની શોધખોળ કરી હતી. જેતા રાજ નિર્મલભાઇ શિયાર, કેતન સોનારા, સુરેશ નિર્મલભાઇ ડાંગર, જનકભાઈ ડાંગર અને રાજેશ રાયધનભાઈ હુંબલ સહિતના યુવકોની (Viral video of Rajkot)ઓળખ થઇ હતી. તેઓએ 2 એપ્રિલ 2022ની રાત્રે 12:30 વાગ્યે અયોધ્યા ચોકથી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પર ગેરકાયદેે ઘોડેસવારી કરી હતી. જેથી તમામ વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ શખ્સો વિરુદ્ધ જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી (Gandhigram police nab 4) કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Drunk Policeman: રાજકોટમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ઈંડાની લારીમાં કરી તોડફોડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.