ETV Bharat / city

Game with Lion Cub: સિંહના બચ્ચા સાથે રમતનો વીડિયો વાયરલ, વન વિભાગ ઘટનાથી અજાણ

author img

By

Published : Mar 28, 2022, 2:16 PM IST

Updated : Mar 28, 2022, 2:32 PM IST

સિંહના બચ્ચા સાથે રમત કરાતી હોય તે પ્રકારનો વીડિયો (Game with Lion Cub) સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સમગ્ર મામલાને લઈને વન વિભાગના અધિકારીઓ ઘટનાથી (Junagadh Forest Department Team) અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Game with Lion Cub : સિંહના બચ્ચા સાથે રમતનો વિડીયો વાયરલ, વન વિભાગ ઘટનાથી અજાણ
Game with Lion Cub : સિંહના બચ્ચા સાથે રમતનો વિડીયો વાયરલ, વન વિભાગ ઘટનાથી અજાણ

જૂનાગઢ : વધુ એક વખત સિંહનો વાયરલ વિડીયો ચિંતા ઉપજાવે તે પ્રકારે સામે આવી રહ્યો છે. આ વિડીયો કયા વિસ્તારનો છ?, કેટલા સમય જૂનો છે?. તેને લઈને હજુ સુધી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. પરંતુ જે પ્રકારે આ વીડિયો વાયરલ થયો છે. તેમાં કોઇ એક વ્યક્તિ સિંહના બચ્ચા સાથે રમત કરતો (Game with Lion Cub) હોય તે પ્રકારના દ્રશ્યો બિલકુલ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ખૂબ ચિંતા ઉપજાવે તેવી વાત છે કોઈ પણ વન્ય પ્રાણીઓને ખાસ કરીને સિંહ જેવા ભારતીય દંડ સંહિતામાં શેડ્યુલ 01 માં આવતા પ્રાણીઓ સાથે કોઈ વ્યક્તિ ફોટો પણ ન પાડી શકે આવા કડક કાયદાની વચ્ચે સિંહના બચ્ચાને કોઈ અજાણી વ્યક્તિ રમાડતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સિંહના બચ્ચા સાથે રમતનો વિડીયો વાયરલ

ગીર વિસ્તારમાં ધીમે ધીમે સિંહની પજવણી - જંગલના રાજા સિંહની પજવણીથી લઈને તેની સાથે રમત અને મસ્તી કરાતી વિડીયો ખૂબ ચિંતાનો વિષય છે. એટલા માટે કે વન્યજીવ ધારા અંતર્ગત પણ કોઈ વન્ય પ્રાણીને હેરાન પરેશાન, ખલેલ (Annoying video of a Lion Cub) પહોંચે તે પ્રકારની હરકત કરવી તે દંડનીય અપરાધ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં બે થી ત્રણ મહિનાનું એક સિંહના બચ્ચા સાથે કોઈ વ્યક્તિ રમત કરતા હોય તેવો વિડિયો સામે આવતા સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સિંહણનું બચ્ચું એકલું ક્યારેય જોવા મળતુ નથી. આ બચ્ચું કઈ રીતે વીડિયોમાં દેખાતા વ્યક્તિ પાસે આવી ચડ્યું તે પણ તપાસનો વિષય ચોક્કસ બની શકે છે.

સિંહના બચ્ચા સાથે રમત
સિંહના બચ્ચા સાથે રમત

આ પણ વાંચો : Lions in Veraval : વેરાવળના સીમારમાં મધરાત્રે સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું કે શિકાર માટે?જૂઓ CCTV ફૂટેજ

બચ્ચુ માતાથી વિખુટુ પડી ગયું હોય તેવી શક્યતા ખરી - વાયરલ વીડિયોમાં જે સિંહનું (Video of Game with Lion Cub goes Viral) નાનું બચ્ચું જોવા મળી રહ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ એવું અનુમાન કરી શકાય કે સિંહણથી આ બચ્ચુ વિખુટુ પડી ગયું હશે. અથવા તો સિંહણનું કોઈ કારણોસર મૃત્યુ થયું હશે. આ બંને શક્યતાની વચ્ચે જો સિંહણનું મૃત્યુ થયું હોય તો આ બચ્ચું એકલુ જોવા મળી શકે છે. પરંતુ જો આ બચ્ચુ સિંહણથી (Lion Cub) વિખૂટું પડી ગયું હોય તો આવી પરિસ્થિતિમાં સિંહણ જંગલને માથે લઈને બચ્ચાને શોધવા ફરતી હોય તેવું નકારી શકાય નહીં.

આ પણ વાંચો : Lion harassment: સિંહની પજવણી કરવી યુવાનને ભારે પડી જાફરાબાદ વન વિભાગે કરી અટકાયત

બચ્ચાને લઈને અધિકારીઓનું મૌન - બચ્ચુ બિલકુલ કોઈ વ્યક્તિ સાથે રમત કરતુ હોય તેવુ વીડિયોમાં જોઇ શકાય છે કે આ બચ્ચુ માતાથી વિખુટુ પડી ગયેલું ક્યારેય ન હોઈ શકે. વધુમાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની સિહો પર સતત દેખરેખ હોય છે. કેટલી સિહણોના બચ્ચા સાથે ગીર પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં જોવા મળે છે. તેની તમામ વિગતો વનવિભાગના (Junagadh Forest Department Team) અધિકારી અને કર્મચારીઓ પાસે હોય છે. પરંતુ આ બચ્ચાની માતા સિંહણને લઈને વન વિભાગના અધિકારીઓએ હાલ મૌન સેવ્યું હતું.

Last Updated :Mar 28, 2022, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.