ગુજરાત

gujarat

Gujarat rain update: જૂનાગઢમાં ધોધમાર વરસાદ, માણાવદર તાલુકાના પાંજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ

By

Published : Jul 25, 2021, 10:42 PM IST

જૂનાગઢ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જૂનાગઢ, માણાવદર, કેશોદ, માંગરોળ, વંથલી અને વિસાવદર તાલુકામાં 1થી લઈને 8 ઈંચ સુધીનો ધોધમાર વરસાદ (rain) પડ્યો છે. સૌથી વધારે વરસાદ માણાવદર તાલુકાના પાજોદમાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Rain news
Rain news

  • જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર માણાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ
  • માણાવદર તાલુકાના પાજોદમાં ધોધમાર 8 ઈચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા
  • જિલ્લાના માંગરોળ, જૂનાગઢ, વંથલી અને વિસાવદર પંથકમાં પણ પડ્યો વરસાદ

જૂનાગઢ: જિલ્લામાં મેઘરાજાએ રવિવારે ધમાકેદાર બેટિંગ કરતાં જૂનાગઢ સહિત જિલ્લાના અન્ય તાલુકાઓ માણાવદર, વંથલી, વિસાવદર, માંગરોળ અને જૂનાગઢ તાલુકામાં 1 થી લઈને 8 ઈંચ સુધીનો ધોધમાર વરસાદ (heavy rain) પડતા જિલ્લામાં વરસાદી હેલીનું વાતાવરણ સર્જાયું છે. રવિવારના દિવસે જિલ્લામાં સૌથી વધુ વરસાદ (rain) માણાવદર તાલુકામાં જોવા મળ્યો છે. તાલુકાના પાજોદમાં 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. માણાવદર તાલુકાના લીંબુડા અને બુંદીમાં 6, મટીયાણામાં 5 અને માણાવદર શહેરમાં 3 ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની સિઝન (monsoon season)નો માણાવદર તાલુકામાં આ પ્રથમ વરસાદ હતો જેને લઇને હવે વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે. જેથી ખેડૂતો (farmers) માં પણ નવી આશાનો સંચાર થઇ રહ્યો છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ

આ પણ વાંચો: Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ જોવા મળ્યો

જિલ્લાના ભેસાણ અને મેંદરડા તાલુકાને બાદ કરતા મોટાભાગના તાલુકામાં સરેરાશ 1 ઇંચથી લઇને 8 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા જૂનાગઢમાં વરસાદ પડવાની આગાહીઓ વ્યક્ત કરાઈ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદની શક્યતાને નકારી શકાતી નથી, ત્યારે વરસાદને કારણે ચોમાસુ પાકને લઇને ખેડૂતોની ચિંતા ખૂબ જ હળવી બની છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડતાં ચોમાસુ પાક બચાવવાને લઇને ખેડૂતો ચિંતા મુક્ત પણ જોવા મળશે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાજોદમાં પડ્યો આઠ ઈંચ વરસાદ

આ પણ વાંચો: gujarat rain update: ભવનાથમાં પડ્યો ધોધમાર વરસાદ, જૂનાગઢવાસીઓ વરસાદની મજા અને મિજાજને માણીને બન્યાં ધન્ય

ABOUT THE AUTHOR

...view details