ગુજરાત

gujarat

Corona Third Wave: રાજ્યમાં 5000 પેરા મેડિકલ સ્ટાફ રિઝર્વમાં, જરૂર પ્રમાણે સરકાર નિમણૂક કરશે

By

Published : Jan 17, 2022, 4:07 PM IST

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને (Corona Third Wave) ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં તમામ સુવિધાઓ બાબતે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે, જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર નિમણૂક બાબતે પણ સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Corona Third Wave: રાજ્યમાં 5000 પેરા મેડિકલ સ્ટાફ રિઝર્વમાં, જરૂર પ્રમાણે સરકાર નિમણૂક કરશે
Corona Third Wave: રાજ્યમાં 5000 પેરા મેડિકલ સ્ટાફ રિઝર્વમાં, જરૂર પ્રમાણે સરકાર નિમણૂક કરશે

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) શરૂ થઈ ગઈ છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,000ની આસપાસ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ બાબતે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે, જેમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર નિમણૂક (para medical staff reserve in the state) બાબતે પણ સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

5000 જેટલા સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા 5 હજાર જેટલા આરોગ્ય કર્મચારી અને પેરામેડિકલ સ્ટાફની ટ્રેનિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે આ બાબતે ફાર્મસી કાઉન્સિલ અને રાજ્ય સરકાર દ્વારા એક બેઠક પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં જરૂર પડશે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂર પ્રમાણે સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવશે.

જેતે હોસ્પિટલમાં સ્ટાફની અછત હશે ત્યાં સ્ટાફની નિમણૂક થશે

રાજ્યમાં ત્રીજી લહેરના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, જે રીતે 10,000થી વધુ કેસ સામે આવી રહ્યા છે, પરંતુ ગણતરીના લોકોને જ હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે, ત્યારે જો આવનારા ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે અને વધુમાં વધુ લોકોને હોસ્પિટલમાં જવાની ફરજ પડે ત્યારે તેને ધ્યાનમાં લઈને જે હોસ્પિટલમાં સ્ટાફની અછત હશે તેવા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે રાજ્યના આરોગ્ય કમિશનરની સીધી રીતે ભરતી કરી શકાશે.

તમામ તૈયારીઓ શરૂ

રાજ્યમાં ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પૂર્ણતાના આરે જે જગ્યાએ ઓક્સિજનની સગવડ નથી ત્યાં oxygen concentratorની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જે જગ્યાએ લાઇટની વ્યવસ્થા ન હોય ત્યાં જનરેટરની મૂકીને પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો તે જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પોઝિટિવીટી રેટ 9.50 ટકા હતો.

આ પણ વાંચો:

Child Vaccination In Gujarat: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, પહેલા જ દિવસે આટલા બાળકોએ લીધી રસી

Corona Guidelines Gujarat: નેતાઓ માસ્ક નથી પહેરતા તો હું પણ નહીં પહેરું તેવું ન કરતાં... ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા

ABOUT THE AUTHOR

...view details