ગુજરાત

gujarat

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું 92 વર્ષની વયે નિધન

By

Published : Jan 29, 2022, 4:34 PM IST

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા તેમજ ચુસ્ત ગાંધીવાદી એવા વજુભાઇ જાનીનું 92 વર્ષની જૈફ વયે ભાવનગર ખાતે તેમના (vajubhai jani dies at 92) નિવાસસ્થાને નિધન થયું છે, જેને લઇને તેમના પરિવારજનો અને કોંગ્રેસ પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું 92 વર્ષની વયે નિધન
ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું 92 વર્ષની વયે નિધન

ભાવનગર: કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર અને ચુસ્ત ગાંધીવાદી તેમજ મહુવા બેઠક પર બે ટર્મ વિજેતા બનેલા અને 1985માં અમરસિંહની સરકારમાં જેઓ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે, તેવા વજુભાઇ જાનીનું આજે ભાવનગર ખાતે 92 વર્ષની જૈફ વયે નિધન થયું (vajubhai jani dies at 92) છે, તેમની અંતિમવિધિ આજે ભાવનગરના ચિત્રા મોક્ષ મંદિર ખાતે કરવામાં આવી હતી. તેમની અંતિમ વિધિમાં કોંગ્રેસના આગેવાનો તેમજ તેમના સગા સંબંધી અને અગ્રણીઓ પહોંચ્યા હતા.

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું 92 વર્ષની વયે નિધન

આ પણ વાંચો:મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર ઉભુ કરાયું

સમગ્ર પંથકમાં શોકનો માહોલ

પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીના નિધનને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી, જ્યારે આજે વહેલી સવારે તેમણે વિજય રાજ નગર ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો:મહુવા બસ સ્ટેશનના અભાવે 15,000 પ્રવાસીઓને હાલાકી

બે વખત મહુવા બેઠક પર તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, વજુભાઇ જાની તેમની રાજકીય કારકિર્દીમાં તાલુકા પંચાયતના પ્રમુખથી લઇ રાજ્યના ગૃહપ્રધાન સુધીની રાજકીય સફર તેમને ખેડી છે, તેઓ એક ચુસ્ત ગાંધીવાદી અને કોંગ્રેસના કાર્યકર્તા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વતની હતા, તેમણે છબીલદાસ મહેતા અને જશવંત મહેતાને ચૂંટણીમાં હરાવ્યા હતા અને બે-બે વખત મહુવા બેઠક પર તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમજ તેઓ 1985માં માધવસિંહ સોલંકીની સરકારમાં ગૃહ પ્રધાન તરીકે રહી ચૂક્યા હતા.

ABOUT THE AUTHOR

...view details