ગુજરાત

gujarat

Bhavnagar Municipal Corporation: મહાનગરપાલિકાની જૂની લેણી રકમ 179 કરોડ, ખાલી વ્યાજ જ 108 કરોડ રૂપિયા

By

Published : Jan 17, 2022, 5:57 PM IST

ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)ની લેણી નીકળતી રકમ 179 કરોડ છે, જેમાં 108 કરોડ માત્ર વ્યાજ છે. મહાનગરપાલિકા દ્વારા રિકવરી ટીમો બનાવીને વેરા વસૂલાત કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસમાં 2.41 કરોડ વસૂલાત કરવામાં આવી છે.

Bhavnagar Municipal Corporation: મહાનગરપાલિકાની જૂની લેણી રકમ 179 કરોડ, ખાલી વ્યાજ જ 108 કરોડ રૂપિયા
Bhavnagar Municipal Corporation: મહાનગરપાલિકાની જૂની લેણી રકમ 179 કરોડ, ખાલી વ્યાજ જ 108 કરોડ રૂપિયા

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા વર્ષના અંતમાં વેરા વસૂલાત (Bhavnagar Municipal Corporation Tax collection) માટે રિકવરી ટીમો બનાવીને વેરો વસૂલવામાં સફળ રહે છે, પરંતુ શહેરમાં કેટલાક એવા કરદાતાઓ છે જેને 20 વર્ષ થવા છતાં પેટનું પાણી હલતું નથી અને મહાનગરપાલિકા વેરા વસૂલાત કરી શકતી નથી.ભાવનગરમહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)ની ટીમ હાલમાં રિકવરી કડક હાથે કરી રહી છે, પરંતુ એવી કેટલીક મિલકતો છે જેનું વ્યાજ જ બમણું થઈ ગયું છે. મિલકત ધારકો 20-20 વર્ષ વિતવા છતાં વેરો ભરતા નથી અને મહાનગરપાલિકા વેરો વસૂલવામાં નિષ્ફળ રહેતી હોય તેવું લાગે છે.

ભાવનગર મહાનગરપાલિકાની ટીમ હાલમાં રિકવરી કડક હાથે કરી રહી છે.

મહાનગરપાલિકાની મૂળ રકમ માત્ર 45 કરોડ

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની જૂની લેણી નીકળતી રકમ (Old debts of Bhavnagar Municipal Corporation)નો આંકડો સાંભળશો તો ચોંકી જશો, કારણ કે તેમાં મૂળગી રકમ કરતા વ્યાજની રકમ 2 ગણી છે. મહાનગરપાલિકાના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાને લેણી નીકળતી રકમ 179 કરોડ છે, જેમાં 108 કરોડ માત્ર વ્યાજ છે ત્યારે મહાનગરપાલિકાની મૂળ રકમ 45 કરોડ માત્ર છે. આ 179 કરોડ રકમ કુલ 1 લાખ મિલકતોની બાકી બોલે છે. આ 1 લાખમાં 85 હજાર મિલકતો રહેણાંકીમાં આવે છે. મહાનગરપાલિકા ડિમાન્ડ નોટિસો પાઠવે છે જપ્તિની કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને ભાવનગર ખાતે NCPનું સંમેલન યોજાયું હતું

રિકવરી ટીમો બનાવીને વેરા વસૂલાત

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, વર્ષનો અંતિમ સમય આવતા 3 માસ પહેલા રિકવરી ટીમો બનાવીને વેરા વસૂલાત કરવામાં આવે છે. 5 વર્ષથી કે વધુ સમયથી બાકી વિસ્તારોમાં રિકવરી ટીમ (Old debts Recovery team Bhavnagar) વસૂલાત માટે જઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં 2.41 કરોડ વસૂલાત કરવામાં આવી છે. રિકવરીની ટીમની અને સામાન્ય લોકો દ્વારા ભરવામાં આવતા વેરાની મળીને 5 કરોડની વસૂલાત હાલ થઈ છે. 924 જપ્તી કરતા 586 મિલકત ધારકોએ 2.41 કરોડ ભરપાઈ કર્યા છે.

શું કહે છે કોંગ્રેસ?

ભાજપના પદાધિકારીઓ ભાવનગર મહાનગરપાલિકામાં 25 વર્ષથી વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે,179 કરોડ જેવી જૂની લેણી રકમ બાકી છે છતાં ત્યાં કડક કાર્યવાહી થતી નથી અને નાના નાના કરદાતાઓને નોટિસો (Notices to taxpayers IN Bhavnagar) પાઠવવામાં આવે છે અને જપ્તી સુધીની કાર્યવાહી થાય છે. શું 20 વર્ષથી બાકી કરદાતાઓ શાસકોના સગા વાહલા છે? કેમ ઉઘરાણી કરવામાં આવતી નથી? મેયર કીર્તિબેન દાણીધરીયાએ જણાવ્યું હતું કે, અમે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે નોટિસો પાઠવવામાં આવે અને જપ્તી સુધી પગલાં ભરવામાં આવે. અમારા નગસેવકો પણ સાથે જઈને નોટિસ બજાવવા તૈયાર છે. અમે કોશિશ કરશું અને કડક હાથે કાર્યવાહી કરીને જૂની લેણી રકમ મેળવશું.

આ પણ વાંચો:Bhavnagar Municipal Corporation: ભાવનગર પાલિકાની શાળાઓમાં બેદરકારી, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ

ABOUT THE AUTHOR

...view details