ETV Bharat / state

Bhavnagar Municipal Corporation: ભાવનગર પાલિકાની શાળાઓમાં બેદરકારી, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ

author img

By

Published : Jan 15, 2022, 7:17 PM IST

ભાવનગરની મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) શાળાઓમાં સફાઈ તો થાય છે પણ સફાઈ બાદ નીકળતા કચરાના નિકાલનું (Bhavnagar Garbage problem) શું? મોટા ભાગની શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થાનો અભાવ છે. આ સમસ્યા મહાનગરપાલિકાની શાળાઓમાં સૌથી વધુ જોવા મળી રહી છે. જોઈએ કોને માંગ કરી અને શું છે તકલીફો ?

Bhavnagar Municipal Corporation: ભાવનગર પાલિકાની શાળાઓમાં બેદરકારી, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ
Bhavnagar Municipal Corporation: ભાવનગર પાલિકાની શાળાઓમાં બેદરકારી, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ

ભાવનગર: મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) હેઠળ આવતી શિક્ષણ સમિતિની શાળાઓમાં જ મહાનગરપાલિકા સફાઇ કરાવામાં અસમર્થ રહી છે. મહાનગરપાલિકાની શાળામાં શિક્ષકોને કચરો (Bhavnagar Garbage problem) પડ્યો રહેવા દેવો પડે છે અથવા ફોન મારફત ટેમ્પલ બેલ બોલાવી વ્યવસ્થા કરવી પડે છે. શાળાઓની હાલત "ઘરના ઘંટી ચાટેને પાડોશીને આંટો" જેવી બની ગઈ છે. જો કે હાલ શાળાઓમાં વિદ્યાર્થી નથી પણ કેટલાક દ્રશ્યો અમારી પાસે બાળકોની હાજરીમાં કચરાના ઢગલાના છે. જોઈએ શું છે સ્થિતિ?

Bhavnagar Municipal Corporation: ભાવનગર પાલિકાની શાળાઓમાં બેદરકારી, કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ

શાળાઓમાં મહાનગરપાલિકાની બેદરકારી

ભાવનગરમાં મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ આવેલી છે. શિક્ષણ સમિતિમાં કુલ 55 શાળાઓ છે. જેમાં 47 બિલ્ડીંગો આવેલી છે. આ 47 બિલ્ડીંગોની શાળાઓમાં મોટાભાગે કચરાના નિકાલની વ્યવસ્થા કરાય નથી. મહાનગરપાલિકા લોકોને ઘરે ઘરે કચરો ઉઠાવવાની સેવા પ્રદાન કરે છે, પરંતુ પોતાની શાળામાં કચરાના નિકાલ માટે શિક્ષકોએ ટેમ્પલ બેલ કે ટ્રેકટર ચાલકોને ફોન કરીને બોલાવવા પડે છે. શાળાઓમાં બે દિવસ પાંચ દિવસ નક્કી નથી હોતું કે કેટલા દિવસનો કચરો એકઠો થશે. કચરાની કઠણાઈ એવી છે કે શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયાં છે. આવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલા કહે છે કે, આ મોટી સમસ્યા છે શિક્ષકો કચરાના ઢગલામાં રહે છે અથવા તેના નિકાલ કરવાની વ્યવસ્થામાં જ રહે છે.

સરકાર આપે છે સફાઇ કામદારને ગ્રાંન્ટ

મહાનગરપાલિકા હેઠળની શાળાઓમાં એક શાળાને સફાઇ કરવાના સરકાર તરફથી 1800 મળે છે અને 3000 મહાનગરપાલિકા આપે છે એટલે મહિને 4800 જેવી કિંમત મળી રહી છે. શાસનાધિકારી યોગેશ ભટ્ટને શાળાઓની આ સમસ્યા વિશે પૂછતાં તેને જણાવ્યું હતું કે, કેટલીક શાળાઓમાં કચરાના નિકાલ માટેની વ્યવસ્થા નથી તેના માટે અમે મહાનગરપાલિકાના જે તે વિભાગ સાથે વાત કરીશું અને નિવેડો લાવીશું. 13 વોર્ડમાં નગરસેવકો હોવા છતાં શાળાની સ્થિતિ સામે ધ્યાન આપવામાં આવતું નહિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે ત્યારે શિક્ષક સંઘની માંગ છે કે, વહેલી તકે આ સમસ્યા દૂર થવી જોઈએ.

આ પણ વાંચો:

ભાવનગર બન્યું ઢગનગર: મનપા દ્વારા ડંપિંગ સાઇટ પર 5 લાખ ટન કચરો જમા થયો

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 47 શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે વિપક્ષનો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.