ETV Bharat / city

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 47 શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે વિપક્ષનો વિરોધ

author img

By

Published : Nov 27, 2021, 9:56 AM IST

ભાવનગર મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committee) 17 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, અધ્યક્ષ સ્થાનેથી થયેલા આ 4 ઠરાવ કેટલાક પ્રશ્નો ઊભા કરી જાય છે. બીજી તરફ આખા ગામને ફાયરના સાધનો ન હોવાથી (Lack of fire safety) દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાની 55 શાળાના (Schools of Bhavnagar) 47 બિલ્ડિંગમાં હજી પણ સુરક્ષિત સાધનો (fire safety equipment) જ નથી, તેમ છતાં મેયર નવી કાર લેશે, જેનો વિપક્ષે વિરોધ (protested by Opposition Party) નોંધાવ્યો હતો.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 47 શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે વિપક્ષનો વિરોધ
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 47 શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે વિપક્ષનો વિરોધ

  • ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં 17 ઠરાવો સહિત ચાર અધ્યક્ષ સ્થાને ઠરાવ
  • આખા શહેરને ફાયરના સાધનોનો દંડ ઝીંકતી મનપાની 47 શાળાઓ ફાયર સાધનોવિહોણી
  • 55 શાળાના 47 બિલ્ડિંગ માટે 1.22 કરોડના ટેન્ડરને આપવામાં આવી લીલી ઝંડી
  • વિપક્ષના નેતા અને ડેપ્યુટી મેયરને આપશે જૂની કાર અને તેમના નામે નવી કાર ખરીદી મેયર ચેરમેન વાપરશે

ભાવનગરઃ મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committee) 17 ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, અધ્યક્ષ સ્થાનેથી થયેલા આ 4 ઠરાવ કેટલાક પ્રશ્નો ઊભા કરી જાય છે. બીજી તરફ આખા ગામને ફાયરના સાધનો (fire safety equipment) ન હોવાથી દંડ ફટકારવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકાની 55 શાળાના (Schools of Bhavnagar) 47 બિલ્ડિંગમાં હજી પણ અસુરક્ષિત સાધનો (fire safety equipment) જ નથી. ત્યારે 1.22 કરોડ રૂપિયાનું હવે ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે. તો નવી કારમાં પણ ઝોલમઝોલ જોવા મળે છે જાણો કઈ રીતે.

આખા શહેરને ફાયરના સાધનોનો દંડ ઝીંકતી મનપાની 47 શાળાઓ ફાયર સાધનોવિહોણી

નવા વાહનો વિપક્ષના નેતાના નામે ખરીદાશે

ભાવનગર મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી 4 ઠરાવોને મંજૂરી આપવામાં આવી છે. અસુરક્ષિત શાળાઓને (Schools of Bhavnagar) સુરક્ષિત કરવી તો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવા વાહનો વિરોધ પક્ષના નામે ખરીદી કરવામાં આવશે, જેનો વિપક્ષ વિરોધ (protested by Opposition Party)કરી રહ્યું છે. સાથે સિવિલ લેબ માટે જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ અને વધુ નિર્ણય

ભાવનગર મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) મળેલી બેઠકમાં ચેરમેન ધીરુ ધામેલિયા અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસના અલગ અલગ 17 જેટલા ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી. 17 ઠરાવ બાદ પણ અધ્યક્ષ સ્થાનેથી ચાર ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી.

અધ્યક્ષ સ્થાનેથી ઠરાવોમાં મહાનગરપાલિકાની બેદરકારી છતી થઈ, કયા કયા નિર્ણયો?

ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committee) 4 ઠરાવો અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યા હતા. આ ઠરાવોમાં આજ દિન સુધી આખા શહેરમાં ફાયરના સાધનોના (fire safety equipment) દંડ ઝીંકતી મહાનગરપાલિકાની (Bhavnagar Municipal Corporation) 55 શાળાના (Schools of Bhavnagar) 47 બિલ્ડિંગો ફાયરના સાધનોવિહોણા (fire safety equipment) હતા. તેને સુસજ્જ કરવા 1.22 કરોડ રૂપિયાના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Smc New Building Budget: સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે

ડેપ્યુટી મેયર અને વિપક્ષના નેતા જૂની ગાડી જ વાપરશે

તો બીજા ઠરાવમાં વિપક્ષના નેતા અને ડેપ્યુટી મેયરની જૂની ગાડીઓ થઈ હોવાથી તેના બદલે નવી ગાડીઓ વસાવવામાં આવશે, પરંતુ નવી ગાડીઓ સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસકના પદાધિકારીઓ મળશે અને હાલની સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની કાર વિપક્ષ અને ડેપ્યુટી મેયરને આપવામાં આવશે. જોકે, નામ વિરોધ પક્ષ અને ડેપ્યુટી મેયરનું અને નવી ઈનોવા કાર મેયર ચેરમેન વાપરશે તેવી કુટનીતિ સામે આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં વિવિધ સ્થળોએ 25 સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવામાં આવશે

સિવિલ લેબ ઉભી કરવાનો પણ ઠરાવ કરાયો

ત્રીજો ઠરાવ સિવિલ લેબ (Civil Lab) ઉભી કરવાની હોય જેમાં પીજીવીસીએલના (PGVCL) રિટાયર્ડ અધિકારીને સિવિલ લેબના (Civil Lab) ઓડિટ વિભાગના અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે સેન્સ લીધા વગર સિટી એન્જિનિયરની થયેલી નિમણૂક રદ કરી નવા સિટી એન્જિનિયરની કાર્યવાહી કરવા ઠરાવ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.