ગુજરાત

gujarat

પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઇ તો યુવતીને મળી આવી ધમકી, વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં

By

Published : Aug 31, 2022, 7:43 PM IST

અમદાવાદના નિકોલ વિસ્તારની યુવતીએ વર્ષો પહેલાં વિધર્મી યુવક સાથે કરેલા પ્રેમ લગ્નમાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. આ યુવતીને નમાજ પઢવા ત્રાસ અપાતો હતો. ઉપરાંત પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થતાં પતિને પૂછ્યું હતું, ત્યારે પતિએ ધમકીઓ આપી હતી. Domestic violence case Aug 2022, Love marriage with Other Religion , Ahmedabad Nikol Police , Ahmedabad Crime News Latest News

પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઇ તો યુવતીને મળી આવી ધમકી, વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં
પતિના પરસ્ત્રીઓ સાથેના સંબંધોની જાણ થઇ તો યુવતીને મળી આવી ધમકી, વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં

અમદાવાદઅમદાવાદના નિકોલમાં રહેતી યુવતીને અન્ય ધર્મના યુવક સાથેના પ્રેમલગ્ન ભારે પડ્યા છે. નિકોલમાં રહેતી યુવતી ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. તેે સમયે તેની સાથે કામ કરતા ખાલીદઅલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થતા 2014માં કોર્ટ મેરેજ કર્યા હતાં.

યુવતીને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવારનવાર ટોણા મારી હેરાન કરાતી

પતિના કારનામાંની જાણ થઇલગ્નના થોડા સમય પછી યુવતીને પતિ આદીલખાને નોકરી છોડાવી હતી અને સાસુ નસીમબેગમ દ્વારા તેને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવારનવાર ટોણા મારી હેરાન કરાતી હતી. એક દિવસ યુવતીએ પતિ આદીલખાનનો મોબાઈલ ચેક કરતા અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતાં. જેથી યુવતી ગભરાઈ જતા અમદાવાદ આવી હતી.

આ પણ વાંચો યુવતીએ દલિત યુવક સાથે કર્યા પ્રેમ લગ્ન, કહ્યુ...પરિવારના સભ્યો મારી નાખશે

આદીલખાને આપી ધમકી અમદાવાદ આવી ગયાં બાદ યુવતીએ પતિ આદીલખાનને આ મામલે ફોન કરી પૂછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદૂક પોલીસ સ્ટેશન ખાતે જમા છે. મારી બંદૂક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.

આ પણ વાંચો Love marriage law: લવ જેહાદની ઘટનાઓ પર અંકુશ લાવવા પાટીદાર સમાજની આ માગ

ફરિયાદ નોંધાતા પોલીસે નોંધ્યો ગુનો યુવતીનો પતિ ખૂબ જ માથાભારે હોઇ અને અસામાજિક તત્વો સાથે સંબંધો ધરાવતો હોવાથી આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ આદીલખાન સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગેફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. Domestic violence case Aug 2022, Love marriage with Other Religion , Ahmedabad Nikol Police , Ahmedabad Crime News Latest News , ઘરેલુ હિંસા કેસ ઓગસ્ટ 2022 વિધર્મી યુવક સાથે પ્રેમ લગ્ન , હિન્દુ મુસ્લિમ વિવાહ , અમદાવાદ નિકોલ પોલીસ , અમદાવાદ ક્રાઈમ લેટેસ્ટ ન્યૂઝ

ABOUT THE AUTHOR

...view details