ETV Bharat / city

Crime in Ahmedabad: પૂર્વ મંગેતર અને યુવતીની માતાએ પ્રેમ લગ્ન કરનાર યુગલ પર કર્યો હુમલો

author img

By

Published : Apr 18, 2022, 4:52 PM IST

Crime in Ahmedabad: કૃષ્ણનગરમાં પત્નીના પૂર્વ મંગેતરે પ્રેમ લગ્ન કરનાર યુગલને સમાધાનના બહાને બોલાવી કર્યો છરી વડે હુમલો
Crime in Ahmedabad: કૃષ્ણનગરમાં પત્નીના પૂર્વ મંગેતરે પ્રેમ લગ્ન કરનાર યુગલને સમાધાનના બહાને બોલાવી કર્યો છરી વડે હુમલો

કૃષ્ણનગરમાં એક યુગલે સ્નેપચેટ એપ્લીકેશન(Couple met on snapchat) દ્વારા લગ્ન કર્યા હતા. પછી તેમના પરિવારો તેમના પ્રસ્તાવને સ્વીકારવા અને તેમની સગાઈને મંજૂરી આપવા તૈયાર થયા હતા. પછી એ યુવતીને ખબર પડી કે એ યુવક બેરોજગાર(is job necessary for marriage ) છે અને યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન સગાઈ થયેલો છોકરો અને તેનો પરિવાર ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ નયનનો પરિવારે તે યુવતીના નવપરિણીત પતિ પર છરી વડે હૂમલો કર્યો હતો. જાણો આ સમગ્ર મામલો.

અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ પર જીવલેણ હૂમલો(Crime in Ahmedabad ) કરવામા આવ્યો હતો. સમાધાન કરવા માટે બોલાવીને પત્નીના પૂર્વ મંગેતરએ છરીથી હૂમલો કરતાં દોડધામ મચી હતી. પોલીસે યુવતીની માતા અને પૂર્વ મંગેતર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જય વેકરિયાને પ્રેમ લગ્ન કરવાની સજા મળી. સાસુએ પત્નીના પૂર્વ મંગેતર સાથે મળીને છરીના ઘા મારી દીધા(man attacked with knife ) હતા.

આ પણ વાંચો: Tanya Murder Case Nadiad: નડીયાદના બહુચર્તિત તાન્યા અપહરણ અને હત્યા કેસમાં 3 આરોપીઓને મૃત્યુ પર્યંત કેદની સજા

સમાધાન માટે બોલાવી છરીથી હૂમલો કર્યો- અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બનેલી ઘટના કંઈક એવી છે કે જય વેકરિયા અને તેમની પત્ની જયશ્રીએ ફેબ્રુઆરીમાં પ્રેમલગ્ન કર્યા હતા. જેથી જયશ્રીના પરિવાર આ લગ્ન સ્વીકાર્યા ન હતા. લગ્નના બે માસ બાદ જયશ્રીની માતા વાલીબહેન પરમારે લગ્નનો સ્વીકાર કર્યો છે તેઓ વિશ્વાસ અપાવીને સમાધાન કરવા જયશ્રી અને તેમના પતિ જય વેકરિયાને બોલાવ્યા હતા. જેથી બન્ને ક્રુષ્ણનગર પહોંચ્યા હતા. ત્યારે વાલીબહેનની સાથે જયશ્રીનો પૂર્વ મંગેતર નયન પરમાર પણ હતો. બન્નેએ જય અને જયશ્રી સાથે ઝઘડો કરીને છરીના ઘા ઝીકી દીધા હતા. દંપતીએ ચીસાચીસ કરતા લોકો આવી ગયા અને બન્ને ફરાર થઈ ગયા હતા.

કૃષ્ણનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ - જય વેકરિયા અને જયશ્રી આઠ માસ પહેલા મોબાઈલ એપ્લિકેશન મારફતે સંપર્કમાં(snapchat couple got engaged) આવ્યા હતા, ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો. પરંતુ જયશ્રીની માતા વાલીબહેને અમરાઇવાડીમા રહેતા નયન પરમાર સાથે સગપણ નક્કી કરી દીધું હતું. નયન બેકાર(marrying an unemployed man) હોવાથી જયશ્રી લગ્ન કરવા માંગતા ન હતા(is job necessary for marriage). પરંતુ નયનનો પરિવાર લગ્ન કરવા દબાણ કરતો હોવાથી જયશ્રીએ 17 ફેબ્રુઆરી 2022ના દિવસે જય સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. 19 ફેબ્રુઆરી 2022ના દિવસે અમરેલી પતિના ઘરે આવી ગઈ હતી.

આ પણ વાંચો: Murder in Kalol: કલોલમાં 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી પૂર્વ પતિએ પૂર્વ પત્નીની જાહેરમાં હત્યા કરી

પોલીસે ફરિયાદ નોંધી- આ લગ્નની જાણ વાલીબહેન અને તેના પૂર્વ મંગેતરને થતાં તેઓ ગુસ્સે થયા હતા. જેને કારણે નયનનો પરિવાર બદલો લેવા સમાધાનના બહાને બોલાવીને હૂમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. પોલીસે આ હૂમલા કેસમાં યુવતીની ફરિયાદ લઈને તેની માતા વાલીબહેન પરમાર અને પૂર્વ મંગેતર નયન પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે. પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.